બેરોજગારી થકી આપઘાત કરતાં લોકો માટે સુરતનો યુવક બન્યો પ્રેરણારૂપ, લાખોની કાર લઈને વેચવા આવે છે 'દહીંવડા'

સુરતના રાંદેર વિસ્તાર 34 વર્ષીય વિકી સોની પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે દીકરા છે. વર્ષોથી સુરતમાં રહે છે અને 2014માં હીરામાં રત્નકલાકાર તરીકે નોકરી કરવાની શરૂઆત કરી હતી. આઠ વર્ષ એટલે કે 2022 સુધી હીરામાં નોકરી કરી હતી.

બેરોજગારી થકી આપઘાત કરતાં લોકો માટે સુરતનો યુવક બન્યો પ્રેરણારૂપ, લાખોની કાર લઈને વેચવા આવે છે 'દહીંવડા'

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં રોડ પર એક યુવક 9 લાખની કારમાં આવીને દહીં વડા વેચતો હોય તો કોઈ પણ ને આશ્ચર્ય થાય. આ યુવક છેલ્લા બે વર્ષથી રાંદેર વિસ્તારમાં રોડ પર દહીં વડા વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. રત્નકલાકાર તરીકે નોકરી કરતા સમયે હપ્તેથી કાર લીધી હતી જોકે મંદીના કારણે નોકરી છૂટી જતા દહીં વડા વેચવાનું શરૂ કર્યું હતું. દહીં વડા વેચીને જ હાલા યુવકે કારના તમામ હપ્તા પણ ચૂકવી દીધા છે. જેથી ભારતના કલાકાર મંદીના કારણે આપઘાત કરતા રત્ન કલાકારો માટે પ્રેરણા રૂપ બન્યો છે. યુવક આપઘાત કરતા લોકોને પણ હિંમત ન હારવાની અપીલ કરી રહ્યો છે. 

સુરતના રાંદેર વિસ્તાર 34 વર્ષીય વિકી સોની પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે દીકરા છે. વર્ષોથી સુરતમાં રહે છે અને 2014માં હીરામાં રત્નકલાકાર તરીકે નોકરી કરવાની શરૂઆત કરી હતી. આઠ વર્ષ એટલે કે 2022 સુધી હીરામાં નોકરી કરી હતી. 7000 પગારથી શરૂ કરીને 30000 સુધી પહોંચ્યો હતો. જોકે 2022માં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી. વિકી સોનીએ જણાવ્યું હતું કે 2022માં હીરાની મંદીના કારણે મારો પગાર અડધો થઈ ગયો હતો. જેમાં મારા પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. આ સાથે જ હું ભાડાના મકાનમાં રહું છું. 2021 માં પગાર પણ સારો હોવાથી અને મધ્યમ વર્ગીય લોકોને કાર લેવાનો સપનું હોય છે. જેથી મેં 2021 ના એન્ડ માં ટાટા કંપનીની 9 લાખની પંચ કારનો હપ્તેથી લીધી હતી. ત્યારબાદ થોડા મહિનાઓ સારું ચાલ્યું હતું જોકે ત્યારબાદ મંદિના કારણે મારી નોકરી છૂટી ગઈ હતી.

નોકરી છૂટી ગયા બાદ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જોકે મારી પત્નીના સપોર્ટના કારણે મેં હિંમત હાર્યો ન હતો. રોડ પર દહીં વડા વેચવાનો વિચાર કર્યો અને રાંદેરમાં રોડ પર જ સાંજના સમયે બે કલાક દહીં વડા વેચવાનું શરૂ કર્યું હતું.  થોડા સમય સંઘર્ષ કરવો પડ્યો હતો. પત્નીના પણ ફૂલ સપોર્ટ ના કારણે સંઘર્ષ ને પાર પાડી દીધો હતો. ત્યારબાદ આખો દિવસ દહીં વડા વેચવાનું શરૂ કરી દીધું હતું.

શરૂઆતમાં લોકો પણ ઓછા આવતા અને ઓર્ડર પણ ઓછા મળતા હતા. હાલ એક ડબામાં 50 રૂપિયાના દહીં વડા વેચું છું. રોજના 150 થી 200 જેટલા ઓર્ડર અને અહીંથી લોકો લઈ જાય છે. મોટાભાગના લોકો પાર્સલ લઈ જાય છે. જેના કારણે હાલ મારા પરિવારનું ગુજરાન ખૂબ જ સારી રીતે ચલાવી રહ્યો છું. કારના હપ્તાઓ પણ ચૂકવાઇ ગયા છે અને આકાર જ મારી ડ્રીમકાર્ડ હોવાથી આકાર લઈને જ આવું છું અને દહીં વડા વેચું છું.

હીરામાં મંદીના કારણે આર્થિક સંકડામણમાં રત્નકલાકારો આપઘાત કરતા હોવાના બનાવો પણ બનતા હોય છે જોકે આ રત્ન કલાકારોએ એ રીતે વિચારવું જોઈએ કે આ એક રસ્તો બંધ થયો છે તો આપણા માટે નાનો એવો ધંધો કરીને પણ ગુજરાન ચલાવવાનો રસ્તો ખુલ્યો છે. આપઘાત એ કોઈ સોલ્યુશન નથી અને હિંમત ન હારો તો તમે આગળ સારી રીતે વધી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news