ક્રિસ ગેલની મસ્તી થઈ વાઈરલ, છોકરીઓ સાથે કર્યો હોટ ડાન્સ, જુઓ VIDEO

તોફાની બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle) માત્ર મેદાનમાં જ નહીં પરંતુ મેદાનની બહાર પણ એટલી જ ધમાલ મચાવે છે. જો કે આ બે વાતમાં થોડો ફરક જોવા મળે છે.

Trending Photos

ક્રિસ ગેલની મસ્તી થઈ વાઈરલ, છોકરીઓ સાથે કર્યો હોટ ડાન્સ, જુઓ VIDEO

નવી દિલ્હી: તોફાની બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle) માત્ર મેદાનમાં જ નહીં પરંતુ મેદાનની બહાર પણ એટલી જ ધમાલ મચાવે છે. જો કે આ બે વાતમાં થોડો ફરક જોવા મળે છે. મેદાનની અંદર ગેલના હાથમાં બેટ હોય છે ત્યારે બોલરો ટેન્શનમાં હોય છે. જ્યારે મેદાનની બહાર હોય ત્યારે તેના સાથીઓ એકદમ પૂર મસ્તીમાં હોય છે. ક્રિસ ગેલનો એક એવો જ મસ્તી કરતો વીડિયો વાઈરલ થયો છે. જેમાં ખેલાડીઓ પબમાં મસ્તી કરી રહ્યાં છે. 

વેસ્ટઈન્ડિઝ (West Indies) ના ક્રિસ ગેલનો આ નવો વીડિયો નવા વર્ષના અવસરે ઈન્સ્ટાગ્રામ (Instagram)  પર શેર થયેલો છે. આ એક પબનો વીડિયો છે. ક્રિસ ગેલ તેમાં ડાન્સરો સાથે મસ્તી કરી રહ્યો છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે આ વીડિયો ક્યાંનો છે. 

40 વર્ષના ક્રિસ ગેલનો આ વીડિયો લોકોને ખુબ ગમી રહ્યો છે.  કેટલાકે તો પૂછ્યું પણ ખરું કે આ વીડિયો ક્યાનો છે. ક્રિસ ગેલે કોઈ જવાબ આપ્યો નથી. તેણે એમ પણ લખ્યું કે હવે તે ઈન્સ્ટાગ્રામ લોગ આઉટ કરી રહ્યો છે. 

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

કેટલાક યૂઝરે દાવો કર્યો છે કે આ વીડિયો ઢાકાનો છે. તેની પાછળ તર્ક એવો અપાયો છે કે ક્રિસ ગેલ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં રમી રહ્યો છે. આથી તે ઢાકાનો હોઈ શકે છે. કેટલાકનું કહેવું છે કે આ વીડિયો જમૈકાનો છે. 

અત્રે ક્રિસ ગેલ હાલ બાંગ્લાદેશમાં છે. તે ચટ્ટોગ્રામ ચેલેન્જર્સ ટીમ તરફથી બીપીએલમાં રમી રહ્યો છે. તેણે આ વર્ષે એક જ મેચ રમી છે. ગેલે 7 જાન્યુઆરીના રોજ રાજશાહી રોયલ્સ વિરુદ્ધ 10 બોલમાં 23 રન કર્યા હતાં. જેમાં તેણે 3 છગ્ગા ફટકાર્યા હતાં. જેના કારણે ટીમે આ મેચ 7 વિકેટથી જીતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news