ધોની, કોહલી અને રોહિત શર્મામાંથી સૌથી શ્રેષ્ઠ કેપ્ટન કોણ? મહાન ક્રિકેટરે કર્યો ખુલાસો
MS Dhoni Virat Kohli Rohit Sharma: મહેન્દ્ર સિંહ ધોનીને (MS Dhoni) ભારતીય ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ કેપ્ટન માનવામાં આવે છે. તેણે પોતાની કેપ્ટનશીપમાં ટીમને ઘણી ઉંચાઈઓ પર પહોંચાડી. હવે રોહિત શર્માએ (Rohit Sharma) ટી-20 વર્લ્ડ કપ જીતીને પોતાને આ જ કેટેગરીમાં સ્થાન આપ્યું છે.
Trending Photos
MS Dhoni Virat Kohli Rohit Sharma : મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ કેપ્ટન માનવામાં આવે છે. ધોની અને રોહિત ઉપરાંત વિરાટ કોહલીની કેપ્ટનશિપના પણ ક્રિકેટ જગતમાં ખૂબ વખાણ થયા છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તેના આક્રમક વલણે ચાહકોના દિલ જીતી લીધા હતા. આવી સ્થિતિમાં ધોની, કોહલી અને રોહિતમાંથી શ્રેષ્ઠ કેપ્ટન કોણ છે તેની ચર્ચા ઘણીવાર થાય છે. આ ત્રણેયની કેપ્ટનશીપમાં તફાવત હોવાની પણ ચર્ચા છે. આ ત્રણ ખેલાડીઓ ભારતીય ક્રિકેટ જગતમાં હાલમાં ટોચનું સ્થાન ધરાવે છે. ધોની હાલમાં રિટાયર્ડ થઈ ગયો છે પણ તેનો જલવો આજે પણ બરકરાર છે.
ધોની, રોહિત અને કોહલીની કેપ્ટનશિપમાં ઘણો તફાવત-
ભારતના મહાન સ્પિનર રવિચંદ્રન અશ્વિને ધોની, રોહિત અને કોહલીની કપ્તાની શૈલીમાં મુખ્ય તફાવત વિશે વાત કરી છે. અશ્વિન ત્રણેયની કપ્તાની હેઠળ રમ્યો છે અને છેલ્લા દાયકામાં ટીમની મહત્વની સિદ્ધિઓનો ભાગ રહ્યો છે. ત્રણેય ભારતીય કેપ્ટનોની તાજેતરના સમયમાં સરખામણી કરવામાં આવી છે, પરંતુ અશ્વિને એક મુખ્ય ક્ષેત્ર તરફ ધ્યાન દોર્યું જ્યાં રોહિત કેપ્ટનશિપમાં વિરાટ અને ધોનીથી તદ્દન અલગ છે. તેણે કહ્યું કે રોહિત અન્ય બે કરતાં વધુ પ્લાનિંગ કરે છે. કોહલીએ ભારતીય ટીમ અને આઈપીએલમાં કેપ્ટનશીપ કરી છે. કોહલી માટે બેડલક એ છે કે એની કેપ્ટનશીપમાં ટીમ ક્યારેય કોઈ રેકોર્ડ બનાવી શકી નથી. આઈપીએલમાં વિરાટ આરસીબીનો કેપ્ટન છે. આ ટીમ હંમેશાં જબરદસ્ત પ્રદર્સન કરે છે પણ ચેમ્પિયન બનવાથી પાછળ રહી જાય છે.
અશ્વિને શું કહ્યું?
અશ્વિને એક ઈન્ટરવ્યુમાં કહ્યું, "રોહિતની કેપ્ટનશિપ વિશે 2થી 3 બાબતો સારી કહી છે. તે હંમેશા ટીમનું વાતાવરણ હળવું રાખે છે. રોહિત ખૂબ જ સંતુલિત અને વ્યૂહાત્મક રીતે મજબૂત છે. ધોની અને વિરાટ વ્યૂહાત્મક રીતે પણ મજબૂત હતા. પરંતુ રોહિતે વ્યૂહરચના પર વધુ કામ કર્યું છે.'' અશ્વિને એ પણ ખુલાસો કર્યો કે કોઈપણ મોટી મેચ અથવા સિરીઝ પહેલાં રોહિત ભારતીય ક્રિકેટ ટીમની એનાલિટિક્સ ટીમ સાથે બેસીને યોગ્ય રણનીતિ તૈયાર કરે છે.
રોહિત જબરદસ્ત કરે છે પ્લાનિંગ-
જેમ કે કોઈ ચોક્કસ બેટ્સમેનની નબળાઈ શું છે, બોલરની યોજના શું છે. આ રોહિતની તાકાત છે. તે હંમેશા ટીમનું વાતાવરણ હળવું રાખે છે અને ખેલાડીઓને સપોર્ટ કરે છે. જો તે પ્લેઈંગ-11માં કોઈ ખેલાડીને પસંદ કરે છે, તો તે તેને 100% સપોર્ટ કરે છે. મેં મારી કારકિર્દીનો મોટાભાગનો સમય આ ત્રણ કેપ્ટન સાથે વિતાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે