IPL 2020: દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચની કમાન સંભાળશે આ ઓસ્ટ્રેલિયન બોલર
દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2020 પહેલા એક મોટો ફેરફાર કર્યો છે. હકીકતમાં આઈપીએલ ફ્રેન્ચાઇઝીની ટીમ દિલ્હીએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રેયાન હેરિસની બોલિંગ કોચ તરીકે નિમણૂક કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીએલ 2020 (IPL 2020)ને લઈને બધી આઈપીએલ ફ્રેન્ચાઇઝી ટીમ પોત-પોતાની તૈયારીમાં લાગી છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે દિલ્હી કેપિટલ્સ તરફથી એક નવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં તે જણાવવામાં આવ્યું છે કે આઈપીએલ સીઝન 13 માટે દિલ્હીની ટીમે બોલિંગ કોચની કમાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર રેયાન હેરિસને સોંપી છે.
આ પહેલા છેલ્લા 2 વર્ષથી કાંગારૂ ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર જેમ્સ હોપ્સ દિલ્હીની બોલિંગ કોચની કમાન સંભાળતો હતો. પરંતુ વ્યક્તિગત કારણોસર હોપ્સ આ વખતે દિલ્હી કેપિટલ્સની સાથે યૂએઈ જોડાશે નહીં. આ કારણે આઈપીએલની ટીમ દિલ્હીએ રેયાન હેરિસને નવો બોલિંગ કોચ બનાવ્યો છે.
મહત્વનું છે કે દિલ્હી કેપિટલ્સની ટીમે આ વાતની જાણકારી પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રેયાન હેરિસને બોલિંગ કોચના આધાર પર જેમ્સ હોપ્સને રિપ્લેશ કર્યો છે. તેની પહેલા દિલ્હીની ટીમે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સના સ્થાને સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નોર્તર્જેને ટીમમાં સામેલ કર્યો હતો.
An impressive former fast bowler to coach an impressive current bowling line-up 🤩
It's a win-win for both, isn't it? 😉#WelcomeRyan #YehHaiNayiDilli pic.twitter.com/J9jolQzzgQ
— Delhi Capitals (Tweeting from 🇦🇪) (@DelhiCapitals) August 25, 2020
દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ પદે નિયુક્તિ થયા બાદ રેયાન હેરિસે કહ્યું કે, તે આઈપીએલનો બીજીવાર ભાગ બનીને ખુશ છે. દિલ્હીની ટીમની બોલિંગ લાઇનઅપ આ આઈપીએલમાં ખુબ મજબૂત છે અને અમે પ્રયાસ કરીશું કે અમારા આક્રમક બોલિંગ એટેકની મદદથી આઈપીએલની ટ્રોફી ઉઠાવીએ. હું દિલ્હી કેપિટલ્સ સાથે કામ કરવાની રાહ જોઈ રહ્યો હતો.
IPL ઈતિહાસ: Playoff મુકાબલામાં આ ખેલાડીઓએ ફટકાર્યા છે સૌથી વધુ રન
રેયાન હેરિસે વર્ષ 2015મા ઘુંટણની ઈજાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તેની પહેલા હેરિસે ઓસ્ટ્રેલિયા માટે 27 ટેસ્ટમાં 113 વિકેટ હાસિલ કરી છે. આ સાથે વનડેમાં તેના નામે 44 અને ટી20મા ત્રણ વિકેટ છે. જો હેરિસના આઈપીએલ કરિયરની વાત કરવામાં આવે તો તેણે 37 મેચમાં 45 વિકેટ ઝડપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે