ઈંગ્લેન્ડે ચોથી વનડેમાં શ્રીલંકાને 18 રને હરાવ્યું, શ્રેણીમાં મેળવી 3-0ની લીડ

ઈંગ્લેન્ડની સામે જીતવા માટે 274 રનનો લક્ષ્ય હતો. તેણે જ્યારે 27 ઓવરમાં બે વિકેટ પર 132 રન બનાવ્યા હતા.

 ઈંગ્લેન્ડે ચોથી વનડેમાં શ્રીલંકાને 18 રને હરાવ્યું, શ્રેણીમાં મેળવી 3-0ની લીડ

કેન્ડીઃ ઈંગ્લેન્ડે વરસાદથી પ્રભાવિત ચોથી વનડે મેચમાં શનિવારે અહીં યજમાન શ્રીલંકાને ડકવર્થ લુઈસ નિયમથી 18 રને હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં 3-0થી અજેય લીડ મેળવી લીધી છે. 

ઈંગ્લેન્ડની સામે જીતવા માટે 274 રનનો લક્ષ્ય હતો. તેણે જ્યારે 27 ઓવરમાં બે વિકેટ પર 132 રન બનાવ્યા હતા ત્યારે વરસાદ આવ્યો અને ત્યારબાદ મેચ સંભવ ન થયો. ડકવર્થ લુઈસ પદ્ધતિથી ઈંગ્લેન્ડને તે સમયે બે વિકેટ પર 115 રનની જરૂર હતી. 

શ્રીલંકાએ આ પહેલા દાસુન શનાકા (66) અને ઓપનિંગ બેટ્સમેન નિરોશન ડિકવેલા (52)ની અડધી સદીની મદદથી સાત વિકેટ પર 273 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જેસન રોય (45) એલેક્સ હેલ્સ (12)ની સાથે મળીને પ્રથમ વિકેટ માટે 52 રન જોડ્યા હતા. આ બંન્નેના આઉટ થયા બાદ જો રૂટ (અણનમ 32) અને કેપ્ટન ઇયોન મોર્ગન (અણમ 31) ઈનિંગને આગળ વધારી હતી. આ બંન્નેએ ત્રીજી વિકેટ માટે 56 રનની અણનમ ભાગીદારી કરી હતી. શ્રીલંકા તરફથી ઓફ સ્પિનર અકિલા ધનંજયે 27 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 

આ પહેલા શનાકાએ પોતાની ઈનિંગમાં પાંચ સિક્સ અને ચાર ફોર લગાવી આ સાથે તેણે વનડે મેચોમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 55 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ડિકવેલાએ કેપ્ટન દિનેશ ચંદીમલ (30)ની સાથે બીજી વિકેટ માટે 60 રન જોડીને ટીમને શરૂઆતી ઝડકામાંથી ઉગારી હતી. 

તિસારા પરેરા (44) અને અકિલા ધનંજય (અણનમ 32) અંતિમ ઓવરમાં સાતમી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરીને શ્રીલંકાને મજબૂત સ્કોર તરફ પહોંચાડ્યું હતું. આ બંન્ને વચ્ચે પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થયો જ્યારે અન્ય મેચ પણ વરસાદથી પ્રભાવિત રહ્યાં હતા. પાંચમો અને અંતિમ મેચ 23 ઓક્ટોબરે કોલંબોમાં રમાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news