ટેનિસ સ્ટારનો સંસદમાં હચમચાવી નાખતો ખુલાસો, 'મારા પર 400 વખત બળાત્કાર થયો'
French tennis star Angelique Cauchy raped 400 times by Coach: ટેનિસ ખેલાડી કોચી હવે 36 વર્ષી થઈ ચૂકી છે. તેમણે પેરિસમાં સરસેલસ ટેનિસ ક્લબમાં એન્ડ્ર્યૂ ગેડેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.
Trending Photos
French tennis star Angelique Cauchy raped 400 times by Coach: ફ્રેન્ચ ટેનિસ સ્ટાર એન્જેલિક કોચીએ સંસદમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ કોચીએ એવી દર્દનાક પળોને વર્ણવી જે તેણે 12 વર્ષની હતી ત્યારે અનુભવી હતી. ત્યારે તેને તેના 55 વર્ષના કોચે જ યાતનાઓ આપી હતી. HIV સંક્રમિત હોવાની વાત કરીને તેણે 400 વાર બળાત્કાર કર્યો. ખેલાડી કોચીએ આ બધુ દુખ 6 વર્ષ સુધી એટલે કે 18 વર્ષની ઉમર સુધી સહન કરવું પડ્યું હતું. હાલ જે કોચ પર 400 વાર બળાત્કાર કરવાનો આરોપ છે તેને 2021માં ચાર છોકરીઓ પર રેપ અને શારીરિક શોષણના આરોપ સર 18 વર્ષની સજા થઈ છે.
કોચીએ 1999માં પેરિસના સરસેલસ ટેનિસ ક્લબમાં કોચ ગેડેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે વખતે કોચીની ઉંમર 12 વર્ષની હતી અને ફ્રાન્સની બીજી જૂનિયર ખેલાડી હતી. ટેનિસ ખેલાડી કોચી હવે 36 વર્ષથી થઈ ચૂકી છે. કોચીએ જણાવ્યું કે ગેડેસ પહેલી મુલાકાત બાદ તેને પોતાના ઘરેલુ મેદાન પર પેરિસ સેન્ટ જર્મન એફસીનો ખેલ દેખાડવા માટે લઈ ગયો હતો. પરંતુ બે વર્ષમાં આ સંબંધ અપમાનજનક બની ગયો અને તેણે 400 વાર બળાત્કાર કર્યો.
દિવસમાં 3 વાર કરતો હતો રેપ
ટેનિસ ખેલાડી કોચીએ જણાવ્યું કે એક તાલિમ શિબિરમાં તેણે કોચ સાથે બે અઠવાડિયા વિતાવ્યા હતા. તે વખતે દિવસમાં તેણે ત્રણ ત્રણ વખત તેના પર રેપ કર્યો હતો. કોચી કહે છે કે મે મારા જીવનના સૌતી ખરાબ બે સપ્તાહ વિતાવ્યા. મે અનેકવાર આત્મહત્યા વિશે વિચાર્યું. તેણે દિવસમાં ત્રણવાર મારા પર રેપ કર્યો. પહેલી રાતે તેણે મને તેના રૂમમાં જવાનું કહ્યું અને મે એવું કર્યું નહીં. પછી તે મારા રૂમમાં આવી ગયો. તે સમયે એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે જાણે હું કોઈ જેલમાં છું. કોચે એટલી પરેશાન કરી કે પછી ત્યારબાદ તો તે તેની મરજીથી તેના રૂમમાં જવા લાગી હતી. તેણે કહ્યું કે મને મારું આ પગલું કોઈ પાગલપણા જેવું લાગે છે. પરંતુ હું આપોઆપ ત્યાં ગઈ. આવું મે દરરોજ કર્યું.
પોતાને ગણાવ્યો HIV સંક્રમિત
કોચીએ જણાવ્યું કે કોચ ગેડેસે તેની ભાવનાઓ સાથે રમત રમી. એક દિવસ તેણે ખુલાસો કર્યો કે તે HIV સંક્રમિત છે. કોચીએ કહ્યું કે ગેડેસ એક દિવસ મને કહેવા આવ્યો કે તેને એડ્સ છે. પાક્કું તને પણ આ સંક્રમણ થઈ ચૂક્યું છે. આ વાત 1990ના દાયકાના અંતની છે. આ બધુ એવું હતું જે વધુ ડરામણું હતું. આ ખુલાસાએ મને સ્તબ્ધ કરી દીધી હતું હું 13થી 18 વર્ષની ઉંમર સુધી એવું જ વિચારતી રહી કે મને એડ્સ છે. પરંતુ તેણે મને બરબાદ કરવા માટે આ જુઠ્ઠાણું કહ્યું હતું. કોચીએ ફ્રાન્સ ઈન્ફોને જણાવ્યું કે આ કદાચ બળાત્કાર કરતા પણ વધુ વિનાશકારી હતું.
ટેનિસ ક્લબ અધ્યક્ષે ફરિયાદ પર આપ્યો જવાબ
કોચ ગેડેસ પોતાની હરકતો માટે બદનામ હતો. ટેનિસ ક્લબના એક સભ્યએ ગેડેસના હિંસક અને અપમાનજનક વ્યવહારની ફરિયાદ કરી તો ક્લબ અધ્યક્ષે કથિત રીતે જવાબ આપ્યો કે હા મને ખબર છે, પરંતુ તે અમારા માટે ખિતાબ લાવે છે. જુલાઈમાં એક તપાસ શરૂ કરાઈ હતી જેમાં ખેલ સંઘો, ખેલ આંદોલન અને શાસન એકમોની અંદર પરિચાલન નિષ્ફળતાઓની તપાસ કરાઈ હતી. આ જૂનમાં પેલેસ બોર્બનમાં અપાયેલી જુબાની બાદ રિપોર્ટ ડિસેમ્બરમાં આવવાની આશા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે