હેમિલ્ટન ટી20: રોહિત શર્માએ ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરા કર્યા 10 હજાર રન
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની ત્રીજી ટી20માં ખાસ સિદ્ધિ હાસિલ કરી અને ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યાં છે.
Trending Photos
હેમિલ્ટનઃ ભારતીય ઓપનર રોહિત શર્માએ હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. તે ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનાર ચોથો ભારતીય બની ગયો છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિતને આ સિદ્ધિ માટે 56 રનની જરૂર હતી જે તેણે ઈનિંગની 8મી ઓવરના અંતિમ બોલ પર પૂરા કર્યાં હતા. આ સાથે તે ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.
Milestone Alert - Rohit Sharma now has 10K international runs as an opener 👏👏
HITMAN on the go 💪 pic.twitter.com/cVUXdOeWut
— BCCI (@BCCI) January 29, 2020
રોહિત પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર 3 ભારતીય બેટ્સમેન જ ઓપનર તરીકે 10 હજાર કે તેથી વધુ રન બનાવી શક્યા છે. દિગ્ગજ સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સહેવાગના નામે આ સિદ્ધિ નોંધાયેલી છે. ગાવસ્કરે ઓપનર તરીકે 12, 258 રન બનાવ્યા હતા. તો વીરૂએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે 16119 રન બનાવ્યા છે. સચિને ઓપનર તરીકે વનડેમાં જ રેકોર્ડ 15310 રન બનાવ્યા છે.
રોહિતે આ મેચમાં ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 20મી અડધી સદી પૂરી કરી અને તે 65 રન બનાવી આઉટ થયો હતો. તેણે 40 બોલની પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે