ગૌતમ ગંભીરના સમર્થનમાં હરભજન સિંહ-લક્ષ્મણ, કહ્યું- તે આવી ટિપ્પણી ન કરી શકે

દિલ્હી પૂર્વથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરના સમર્થનમાં ટ્વીટ કરતા હરભજન સિંહે કહ્યું કે, ગૌતમ ક્યારેય કોઈ મહિલાને ખોટું ન કહી શકે પછી ભલે તે હારી કેમ ન જાય. 
 

ગૌતમ ગંભીરના સમર્થનમાં હરભજન સિંહ-લક્ષ્મણ, કહ્યું- તે આવી ટિપ્પણી ન કરી શકે

નવી દિલ્હીઃ દિલ્હી પૂર્વથી આપના ઉમેદવાર આતિશી વિરુદ્ધ લખાયેલી વિવાદાસ્પદ ચિઠ્ઠી પર રાજકીય જંગ ચાલું છે. આ વચ્ચે વિવાદમાં ક્રિકેટર હરભજન સિંહ અને વીવીએસ લક્ષ્મણ પણ કૂદી ગયા છે. દિલ્હી પૂર્થથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરના સમર્થનમાં ટ્વીટ કરતા હરભજન સિંહ અને વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, ગૌતમ ક્યારેય કોઈપણ મહિલા માટે ખોટુ ન કહી શકે ભલે તે હારી કેમ ન જાય. 

મહત્વનું છે કે ગુરૂવારે એક પત્રકાર પરિષદમાં આતિશી અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, દિલ્હીમાં ગૌતમ ગંભીર તરફથી એક ખુબ અભદ્ર ચીઠ્ઠી વેંચવામાં આવી છે. તેમાં આતિશી વિરુદ્ધ ખરાબ ટિપ્પણી છે. 

ગૌતમ ગંભીરે આ આરોપો પર કહ્યું કે, જો આમ આદમી પાર્ટી આ આરોપોને સાબિત કરી દે તો તે રાજનીતિ છોડી દેશે. આ સંપૂર્ણ ઘટનાક્રમ પર હરભજન સિંહે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું, 'ગૌતમ ગંભીરને લઈને કાલે થયેલા ઘટનાક્રમ વિશે હું આશ્ચર્યમાં છું, હું તેને ઘણી સારી રીતે જાણું છું, તે મહિલાઓ વિરુદ્ધ અપશબ્દ ન બોલી શકે, તે જીતે કે હારે તે અલગ વાત છે પરંતુ આ માણસ આ તમામ વસ્તુથી ઉપર છે.'

VVS Laxman

મહત્વનું છે કે આ પહેલા જ્યારે ગંભીરે ભાજપની સાથે પોતાની નવી ઈનિંગની શરૂઆત કરી હતી તે સમયે પણ હરભજન સિંહે ગંભીરને શુભેચ્છા આપી હતી. 

— Harbhajan Turbanator (@harbhajan_singh) May 10, 2019

વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, તે ગૌતમ ગંભીરને બે દાયકાથી જાણે છે અને તેઓ તેની ઈમાનદારી, ચરિત્ર અને મહિલાઓ માટે તેની ઇજ્જત પર ગેરંટી આપી શકે છે. 

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે આ આરોપો પર ગંભીરે દુખ વ્યક્ત કહ્યું હતું અને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. ગંભીરે કહ્યું હતું, 'હું જાહેરાત કરુ છું કે, જો તે સાબિત થાય કે મેં તે કર્યું છે તો હું મારી ઉમેદવારી પરત લઈશ જો નહીં તો તમે શું રાજનીતિ છોડી દેશો.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news