મહિલા હોકીઃ ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ 1-1થી ડ્રો
ભારતીય મહિલા ટીમ આ દિવસોમાં સ્પેનના પ્રવાસ પર છે. તે સ્પેન સામે પ્રથમ મેચ હાર્યા બાદ બે મેચને બરાબરી પર પૂરા કરી ચુકી છે.
Trending Photos
મર્સિયા (સ્પેન): ભારતીય મહિલા હોકી ટીમે શનિવાર (2 ફેબ્રુઆરી)એ વિશ્વકપની સિલ્વર મેડલ વિજેતા આયર્લેન્ડની સાથે 1-1થી ડ્રો મુકાબલો રમ્યો. સ્પેનના પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાએ સતત બીજી મેચ ડ્રો રમી છે. આ પહેલા ગુરૂવારે યજમાન ટીમ સાથે તેનો મુકાબલો 2-2થી બરાબરી પર રહ્યો હતો. ભારતીય ટીમ સ્પેનના પ્રવાસમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે. પ્રથમ મેચમાં તેને સ્પેને 5-2થી પરાજય આપ્યો હતો.
ભારતે આયર્લેન્ડ સામે રમાયેલી મેચમાં સારી શરૂઆત કરી હતી. ભારતને પ્રથમ ક્વાર્ટરની ચોથી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ આયર્લેન્ડના મજબૂત ડિફેન્સને કારણે ગોલ કરવાથી ચુકી ગયું હતું.
ભારતીય ટીમ બીજા ક્વાર્ટરની શરૂઆતમાં પણ પેનલ્ટી કોર્નર પર ગોલ કરવામાં અસફળ રહ્યું હતું. ત્યારબાદ ડ્રૈગ ફ્કિલર ગુરજીત કૌરે 18મી મિનિટમાં ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી દીધી હતી. આ ક્વાર્ટરમાં એકમાત્ર ગોલ થયો ગતો. આ રીતે હાફ ટાઇમ સુધી ભારત 1-0થી આગળ હતું.
આયર્લેન્ડ મેચના ત્રીજા ક્વાર્ટરમાં બરાબરીનો ગોલ કરવામાં સફળ રહ્યું હતું. સરાહ હાવકશોએ 45મી મિનિટમાં ગોલ કરીને આયર્લેન્ડને 1-1થી બરોબરી કરાવી હતી. ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં બંન્ને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ ગોલ કરવામાં અસફળ રહી હતી.
મેચ સમાપ્તિની એક મિનિટ પહેલા આયર્લેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. ભારતીય ગોલકીપર સવિતાએ તેના પર શાનદાર બચાવ કરીને આયર્લેન્ડની જીતની આશાને ધ્વસ્ત કરી દીધી હતી. આ રીતે મેચ 1-1થી ડ્રો રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે