Hockey World Cup: ભારતનું અભિયાન સમાપ્ત, નેધરલેન્ડ પહોંચ્યું સેમીફાઇનલમાં
ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપમાં છેલ્લી વાર 1975માં સેમીફાઇનલ રમી હતી. ત્યારે તેઓ ચેમ્પિયન પણ બન્યા હતા. ત્યાર બાદથી 11 વર્લ્ડ કપ રમાઇ ગયા છે.
Trending Photos
ભુવનેશ્વર: ભારતનું હોકી વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચવાનું સપનું અધુરૂ રહી ગયું છે. નેધરલેન્ડે ગુરૂવારે (13 ડિસેમ્બર) 14માં હોકી વર્લ્ડ કપમાં ભારતને હરાવી ટીમનું આ સપનું તોડી નાખ્યું છે. ત્રણ વખતના પૂર્વ ચેમ્પિયન નેધરલેન્ડે આ જીતની સાથે જ સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે સેમીફાઇનલમાં તેમનો મુકાબલો ઓસ્ટ્રેલીયાથી થશે. આ મેચ શનિવારે (15 ડિસેમ્બર) રમાવવાની છે.
વધુમાં વાંચો: જુનિયર ગોલ્ફર્સ શાન અમિન તથા ત્વિશા શાહનો દબદબો યથાવત્
ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપમાં છેલ્લી વાર 1975માં સેમીફાઇનલ રમી હતી. ત્યારે તેઓ ચેમ્પિયન પણ બન્યા હતા. ત્યાર બાદથી 11 વર્લ્ડ કપ રમાઇ ગયા છે. જેમાંથી ત્રણનું આયોજન ભારતે જાતે કર્યું છે. પરંતુ તેઓ ક્યારે સેમીફાઇનમાં પહોંચી શક્યા નથી. આ વર્લ્ડ કપના ઇતિહાસમાં નેધરલેન્ડની ભારત પર આ સાતમી જીત છે. ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપમાં નેધરલેન્ડને ક્યારે પણ હરાવી શક્યું નથી.
વર્લ્ડ નંબર-4 નેધરલેન્ડે ગુરૂવારે (13 ડિસેમ્બર) ભારતને 2-1થી હરાવ્યું છે. ભારતે આ મેચની 12મી મિનિટમાં ગોલ કરી લીડ મળી હતી. આકાશદીપે પેનલ્ટી કોર્નર પર મળેલા રિબાઉન્ડ પર આ ગોલ કર્યો હતો. જોકે ભારત આ લીડ વધારે સમય સુધી કાયમ રાખી શક્યું ન હતું. નેધરલેન્ડના થિએરી બ્રિંકમેને 14મી મિનિટમાં ગોલ કરી પોતાની ટીમના પહેલા ક્વાર્ટરમાં જ બારબરી કરી લીધી હતી. બીજા અને ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શક્યા ન હતા. ત્યાર બાદ નેધરલેન્ડ ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં ગોલ કરવામાં સફળ રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે