સિંધુએ રચ્યો ઇતિહાસ, પરિવારમાં જશ્ન, PM મોદી બોલ્યા- તમે ફરી ભારતનું ગૌરવ વધાર્યું

સિંધુએ જીત બાદ ગોલ્ડ મેડલ પોતાના માંને સમર્પિત કરતા કહ્યું, 'Happy B'day MOM'

સિંધુએ રચ્યો ઇતિહાસ, પરિવારમાં જશ્ન, PM મોદી બોલ્યા- તમે ફરી ભારતનું ગૌરવ વધાર્યું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BWF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવા પર ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને શુભેચ્છા આપી છે. ઇતિહાસ રચવાના અવસર પર સિંધુના હૈદરાબાદ સ્થિત ઘર પણ જશ્નનો માહોલ હતો. પરિવારજનોએ પુત્રીની આ સિદ્ધિ પર એક-બીજાને મીઠાઇ વેંચીને ખુશી વ્યક્ત કરી હતી. 

ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પી.વી. સિંધુએ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019ની ફાઇનલમાં વિશ્વની ચોથા નંબરની ખેલાડી જાપાનની નાઝોમી ઓકુહારાને સીધી મેમમાં  21-7, 21-7થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. 

પીવી સિંધુની માં પી. વિજયાએ કહ્યું કે, અમે ખુશ છીએ, અમે તેના ગોલ્ડ મેડલની રાહ જોઈ રહ્યાં હતા. પુત્રીએ તેના માટે આકરી મહેનત કરી હતી. 

પીએમ મોદીએ કર્યું ટ્વીટ
સિંધુની આ ઐતિહાસિક જીત બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું, 'પ્રતિભાની ધની પી. વી સિંધુએ એકવાર ફરી ભારતનું ગૌરવ વધાર્યું છે. BWF બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા માટે તેને શુભેચ્છા.' પીએમે લખ્યું, 'બેડમિન્ટન પત્યે તેનો લગાવ અને સમર્પણ પ્રેરણાદાયક છે. પીવી સિંધુની સફળતા ખેલાડીઓની પેઢીઓને પ્રેરિત કરશે.'

Congratulations to her for winning the Gold at the BWF World Championships. The passion and dedication with which she’s pursued badminton is inspiring.

PV Sindhu’s success will inspire generations of players.

— Narendra Modi (@narendramodi) August 25, 2019

રાષ્ટ્રપતિએ આપી શુભેચ્છા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધને BWF બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવા પર શુભેચ્છા આપી છે. સિંધુની જીત બાદ રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું, 'બીડબ્લ્યૂએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવા માટે સિંધુને શુભેચ્છા. આ દેશ માટે ગર્વની ક્ષણ છે.'

बैडमिंटन कोर्ट पर आपके जादुई प्रदर्शन, कड़ी मेहनत और दृढ़ता से लाखों लोग रोमांचित और प्रेरित होते हैं। विश्व चैम्पियन! भविष्य के सभी मुकाबलों के लिए मेरी शुभकामनाएँ — राष्ट्रपति कोविन्द

— President of India (@rashtrapatibhvn) August 25, 2019

કોવિંદે લખ્યું, 'બેડમિન્ટન કોર્ટ પર તમારુ જાદુઈ પ્રદર્શન, આકરી મહેનત અને વિશ્વાસથી લાખો લોકો રોમાંચિત અને પ્રેરિત થાય છે. વિશ્વ ચેમ્પિયનશ! ભવિષ્યના તમામ મુકાબલા માટે શુભકામનાઓ.'

તો આ ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી સિંધુએ પોતાની જીત માંને સમર્પિત કરી છે. આ જીત તે માટે પણ ખાસ છે, કારણ કે 25 ઓગસ્ટે તેની માં વિજયાનો જન્મદિવસ છે. તેણે જીત બાદ ગોલ્ડ તેમને સમર્પિત કરતા કહ્યું- હેપ્પી બર્થ ડે મોમ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news