ICC વનડે રેન્કિંગઃ ભારત બીજા સ્થાન પર, કોહલી-બુમરાહ ટોપ પર યથાવત

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમના 122 પોઈન્ટ થઈ ગયા છે અને ટીમ ઈંગ્લેન્ડ બાદ બીજા સ્થાને છે. 
 

ICC વનડે રેન્કિંગઃ ભારત બીજા સ્થાન પર, કોહલી-બુમરાહ ટોપ પર યથાવત

દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ સોમવારે આઈસીસી વનડે રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ક્રમશઃ બેટ્સમેનો અને બોલરોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને યથાવત છે. આઈસીસીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમના 122 પોઈન્ટ થઈ ગયા છે અને ટીમ ઈંગ્લેન્ડ (126) બાદ બીજા સ્થાન પર ચાલી રહી છે. 

ગત મહિલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર પ્રદર્શનની મદદથી મહેન્દ્ર સિંહ ધોનીના રેન્કિંગમાં સુધાર થયો છે. તે સિરીઝનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ અડધી સદી ફટકારનાર ધોની ત્રણ સ્થાનના ફાયદા સાથે 17માં સ્થાને પહોંચી ગયો છે. 

ભારત વિરુદ્ધ પાંચ મેચોની સિરીઝમાં 12 વિકેટ ઝડપનાર ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતે આ સિરીઝ 4-1થી કબજે કરી હતી. બોલ્ટે ચોથી વનડેમાં ઘાતક બોલિંગ કરતા 21 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેના સાત સ્થાનનો ફાયદો થયો છે. 

બોલ્ટ જાન્યુઆરી 2016માં બોલરોના રેન્કિંગમાં ટોપ પર હતો અને હવે તેની પાસે ફરી એકવાર ટોપ પર પહોંચવાની તક છે. અત્યારે તેનાથી આગળ માત્ર બુમરાહ અને અફગાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન છે. 

The New Zealand quick has jumped up seven places to No.3 in the bowlers rankings after picking 12 wickets in the series against India! 👏

— ICC (@ICC) February 4, 2019

લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ (એક સ્થાનના ફાયદાથી પાંચમાં સ્થાન પર) અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (6 સ્થાનના ફાયદાથી 17માં સ્થાન પર)ના રેન્કિંગમાં પણ ઘણો સુધાર થયો છે. 

આ નવા રેન્કિંગ દરમિયાન ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની વનડે સિરીઝ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે પાંચ મેચોની સિરીઝ અને સંયુક્ત અરબ અમીરાત અને નેપાળ વચ્ચે ત્રણ મેચોની સિરીઝના પ્રદર્શનને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. 

બેટ્સમેનોના રેન્કિંગમાં કેદાર જાધવ (આઠ સ્થાનના ફાયદાથી 35માં સ્થાન પર)ને પણ ફાયદો થયો છે. આફ્રિકાના બેટ્સમેનોમાં ક્વિન્ટન ડિ કોક (એક સ્થાનના ફાયદાથી આઠમાં), હાશિમ અમલા (ત્રણ સ્થાનના ફાયદાથી 13માં) અને રીઝા હેન્ડ્રિક્સ (36 સ્થાનના ફાયદાથી 94) બેટ્સમેનોના રેટિંગમાં વધારો થયો છે. જ્યારે બોલરોના રેન્કિંગમાં એન્ડિલે ફેહલુકવાયો 13 સ્થાનના ફાયદાથી 19માં સ્થાને પહોંચી ગયો છે. ડ્વેન પ્રિટોરિયસ 53માંથી 44માં સ્થાને પહોંચી ગયો છે. 

ટીમ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ આફ્રિકાથી પાછળ ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આઠ મેચોની સીમા પાર કર્યા બાદ નેપાળને પૂર્ણ રેન્કિંગમાં જગ્યા મળી છે અને યૂએઈ પર 2-1થી જીત બાદ બંન્ને ટીમોના 15-15 પોઈન્ટ થઈ ગયા છે. યૂએઈ દશક અંકની ગણતરી કરવા પર સારી સ્થિતિને કારણે 14માં અને નેપાળ 15માં સ્થાન પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news