ICC Test Rankings: ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત બાદ Ranking માં બીજા ક્રમે પહોંચ્યું ભારત

ICC Test Rankings: ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત બાદ Ranking માં બીજા ક્રમે પહોંચ્યું ભારત

ઝી બ્યૂરો, અમદાવાદઃ  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝમાં ભારતે સીરિઝ 2-1થી જીતી લીધી છે. તેના કારણે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાનેથી બીજા નંબરે આવી ગયું છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયા બીજા અને ભારત ત્રીજા સ્થાને હતું. જોકે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ કોઈ થ્રિલર મૂવીથી કમ નહોંતી. એક તરફથી ઓસ્ટ્રેલિયાની ઘાતક બોલિંગ તો બીજી તરફ ટીમ ઈન્ડિયાનું સોડિલ ડિફેન્સ. અને છેલ્લી ઓવરોમાં ટીમ ઈન્ડિયાએ કાંગારુઓના ઘમંડને ચકનારું કરીને ઐતિહાસિક જીત હાંસલ કરી. તો આ જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 

ટેસ્ટ રેન્કિંગમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડ્યું:
બ્રિસ્બેન: વિરાટ કોહલીની ગેરહાજરી છતાં ભારતીય ક્રિકેટ ટીમે અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ઈતિહાસ રચી દીધો છે. બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી ધૂળ ચટાડતાં ટેસ્ટ સીરિઝ 2-1થી જીતી લીધી છે. ભારતે સતત બીજી વાર ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં ટેસ્ટ સીરિઝમાં પરાજય આપ્યો છે. છેલ્લે 2018-19માં ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં 2-1થી હાર આપી હતી. જેના કારણે ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સતત બીજીવાર પોતાના નામે કરીને જીતની હેટ્રિંક લગાવી છે.

BCCI એ પણ ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાને શાનદાર જીત બદલ અભિનંદન આપ્યાં. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ ટ્વીટ કરીને આ ઐતિહાસિક જીત બદલ ટીમના ભરપુર વખાણ કર્યાં.

— Sachin Tendulkar (@sachin_rt) January 19, 2021

 

— BCCI (@BCCI) January 19, 2021

ભારતીય ટીમના રેન્કિંગમાં સુધારો:
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ પહેલાં ભારત 114 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા 116 પોઈન્ટ સાથે બીજા નંબરે હતું. જોકે ભારતે ટેસ્ટ સીરિઝ જીતી લેતાં તેના રેન્કિંગમાં પણ સુધારો થયો છે. અને ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબરે પહોંચી ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે ખસેડાયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હવે માત્ર એક પોઈન્ટ કરતાં પણ ઓછું અંતર રહી ગયું છે.

રેન્ક ટીમ રેટિંગ
1. ન્યૂઝીલેન્ડ 118.44
2. ભારત 117.65
3. ઓસ્ટ્રેલિયા 113
4. ઈંગ્લેન્ડ 106
5. સાઉથ આફ્રિકા 96
6. શ્રીલંકા 86
7. પાકિસ્તાન 82
8. વેસ્ટ ઈન્ડિઝ 77
9. બાંગ્લાદેશ 55

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news