મહિલા ટી20 વિશ્વકપઃ રાધા-શેફાલીનું શાનદાર પ્રદર્શન, શ્રીલંકાને હરાવી ગ્રુપમાં ટોપ પર ભારત
શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ પર 113 રન બનાવ્યા ત્યારબાદ ભારતે 14.3 ઓવરમાં 3 વિકેટ પર 116 રન બનાવી મેચ જીતી લીધી હતી.
Trending Photos
મેલબોર્નઃ ભારતે આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની ગ્રુપ એ મેચમાં શનિવારે શ્રીલંકાને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ભારતની આ ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત છે. ભારતે પ્રથમ સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શ્રીલંકાને હરાવીને ભારતે પોતાના ગ્રુપની તમામ મેચ જીતી અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર જગ્યા પાક્કી કરી લીધી છે. ભારતીય મહિલા ટીમે ગ્રુપ મેચોમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને પરાજય આપીને 2020 ટી20 વિશ્વકપ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય છે.
આ મેચમાં ભારતે પહેલા શ્રીલંકાને 9 વિકેટ પર 113 રનના સામાન્ય સ્કોર પર રોકી લીધું હતું. જેના જવાબમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસિલ કરી લીધો હતો. ભારતે 14.4 ઓવરમાં ત્રણ વિકેટ પર 116 રન બનાવી જીત નોંધાવી હતી. ભારત માટે શેફાલી વર્માએ સૌથી વધુ 47 રનની ઈનિંગ રમી હતી. સ્મૃતિ મંધાનાએ 17 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માએ 15-15 રન બનાવ્યા હતા. ભારતે ગ્રુપ સ્ટેજમાં તમામ મેચ જીતી અને તેના 8 પોઈન્ટ છે. હવે ભારતીય ટીમ આત્મવિશ્વાસ સાથે સેમિફાઇનલમાં ઉતરશે.
શ્રીલંકાએ ભારતને આપ્યો 114 રનનો ટાર્ગેટ
શ્રીલંકાએ ભારત વિરુદ્ધ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની ગ્રુપ એ મેચમાં શનિવારે 9 વિકેટે 113 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુએ સર્વાધિક 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી રાધા યાદવે 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
સ્પિનર રાધા યાદવે પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 23 રન આપીને ચાર વિકેટ ઝડપી જેથી ભારતે શ્રીલંકાને 9 વિકેટ પર 113 રન બનાવવા દીધા હતા.
INDvsNZ: જેમીસનના પંજામાં ફસાયું ભારત, લાથમ અને બ્લેંડલે ન્યૂઝીલેન્ડને અપાવી મજબૂત શરૂઆત
રાધા અને રાજેશ્વરીની કમાલ
રાધા યાદવેને રાજેશ્વરી ગાયકવાડ (18 રન આપીને 2)નો પણ સારો સહયોગ મળ્યો હતો. પૂનમ યાદવ, શિખા પાંડે અને દીપ્તિ શર્માએ પણ એક-એક વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીદો હતો. પરંતુ તેણે ત્રીજી ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન ઉમેશા તિમાસિની (2)ની વિકેટ ગુમાવી દીધી હતી.
કેપ્ટન અટાપટ્ટુએ આક્રમક અંદાજ અપનાવ્યો અને પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેણે હર્ષિતા મદાવી (12)ની સાથે 30 રનની ભાગીદારી કરી હતી. રાજેશ્વરીએ 8મી ઓવરમાં મદાવીને આઉટ કરી હતી. રાધા નવમી ઓવરમાં બોલિંગ માટે અને શ્રીલંકન કેપ્ટન છગ્ગો ફટકારી તેનું સ્વાગત કર્યું હતું. પરંતુ તે આગામી બોલ પર કેચ આપી બેઠી હતી. ત્યારબાદ શ્રીલંકાનો ધબડકો થયો હતો. શશિકલા શ્રીવર્ધનેએ 13 રન બનાવ્યા જ્યારે નિચલા ક્રમમાં કવિશા દિલહારી (16 બોલ પર અણનમ 25)ની ઈનિંગે શ્રીલંકાને 100ની પાર પહોંચાડ્યું હતું.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે