World Cup 2019: ભારતીય ટીમનું એલાન, પંત-રાયડૂનું પત્તું કપાયું, કાર્તિકને મળ્યું સ્થાન

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા આઈપીસી વિશ્વ કપ-2019 માટે અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ આજે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. 
 

 World Cup 2019: ભારતીય ટીમનું એલાન, પંત-રાયડૂનું પત્તું કપાયું, કાર્તિકને મળ્યું સ્થાન

મુંબઈઃ અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ આગામી 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ત્રણ ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિનરો સાથે વિશ્વ કપમાં જશે. વિજય શંકર અને હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અંબાતી રાયડૂ અને રિષભ પંતનું પત્તનું કપાયું છે. પંતના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન મળ્યું છે. 

વિશ્વકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા. 

— BCCI (@BCCI) April 15, 2019

મહત્વનું છે કે, વિશ્વ કપ માટે જાહેર કરાયેલી આ ટીમની પસંદગી પ્રોવિઝનલ (અસ્થાયી) છે. ટીમ 23 મેચ સુધી આઈસીસીની મંજૂરી વિના ફેરફાર કરી શકે છે. 

તો ચોથા સ્થાન માટે ભારતે દિનેશ કાર્તિક અને વિજય શંકર પર દાવ લગાવ્યો છે. પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે જણાવ્યું કે, અમારે ટીમમાં સારા વિકેટકીપરની જરૂર છે, તેથી પંતના સ્થાને દિનેશ કાર્તિકને સ્થાન આપવામાં આવ્યું છે. પસંદગી સમિતિએ કહ્યું કે, ટીમમાં ત્રણ નિષ્ણાંત ફાસ્ટ બોલરો છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને વિજય શંકર પણ બોલિંગ કરી શકે છે. ટીમ પાસે ત્રણ સ્પિનરો મળીને કુલ સાત બોલિંગના વિકલ્પ રહેલા છે. આ ઉપરાંત કેદાર જાધવ પણ જરૂરીયાતના સમયે બોલિંગ કરી શકે છે. એમએસકે પ્રસાદે કહ્યું કે, વિજય શંકર ચોથા ક્રમે બેટિંગ કરશે. રાહુલને પણ યોગ્ય સ્થાને ફિટ કરવામાં આવશે. 

વિશ્વ કપ 2019માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ

1. ભારત vs સાઉથ આફ્રિકા, સાઉથેમ્પ્ટન - 5 જૂન

2. ભારત vs ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ - 9 જૂન

3. ભારત vs ન્યૂઝીલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ - 13 જૂન

4. ભારત vs પાકિસ્તાન, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 16 જૂન

5. ભારત vs અફગાનિસ્તાન, સાઉથેમ્પ્ટન - 22 જૂન

6 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 27 જૂન

7. ભારત vs ઈંગ્લેન્ડ, એઝબેસ્ટન - 30 જૂન

8. ભારત vs બાંગ્લાદેશ, એઝબેસ્ટન - 2 જુલાઈ

9. ભારત vs શ્રીલંકા, લીડ્સ - 6 જુલાઈ 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news