વર્લ્ડ કપ 2019 INDvsSA: આ મામલામાં સચિનથી આગળ નિકળ્યો રોહિત શર્મા
રોહિત શર્માની વિશ્વકપમાં આ બીજી સદી છે. તેણે પ્રથમ સદી 2015માં બાંગ્લાદેશ વિરુદ્ધ ફટકારી હતી. ત્યારે તેણે 137 રન બનાવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્માએ લક્ષ્યનો પીછો કરતા સર્વાધિક અણનમ સદી ફટકારવાના મામલામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. રોહિતે આફ્રિકા વિરુદ્ધ બુધવારે અણનમ 122 રન બનાવ્યા અને ભારતને છ વિકેટે જીત અપાવી હતી. રોહિતની લક્ષ્યનો પીછો કરતા આ નવમી સદી હતી જ્યારે સચિને લક્ષ્યનો પીછો કરતા આઠ અણનમ સદી ફટકારી હતી.
વિરાટ કોહલીના નામે છે રેકોર્ડ
આ મામલામાં 11 સદીની સાથે વિશ્વ રેકોર્ડ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે છે.
રોહિત શર્માની 23મી વનડે સદી
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સદી ફટકારીને રોહિત શર્મા વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં ભારતીયોમાં ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. સૌરવ ગાંગુલી 22 સદીની સાથે ચોથા નંબર પર છે.
વિશ્વ કપમાં રોહિત શર્માની બીજી સદી
રોહિત શર્માની વિશ્વ કપમાં આ બીજી સદી છે. તેણે પ્રથમ સદી 2015માં બાંગ્લાદેશ વિરુદ્ધ ફટકારી હતી. ત્યારે તેણે 137 રન બનાવ્યા હતા. રોહિતે 144 બોલ પર 13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 122 રન બનાવ્યા અને ભારતને જીત અપાવીને અણનમ પરત ફર્યો હતો.
ભારતની 26મી વિશ્વ કપ સદી
રોહિતે વિશ્વકપમાં ભારત તરફથી 26મી સદી ફટકારી હતી. આ વિશ્વકપની કુલ 168મી સદી છે ભારત ટૂર્નામેન્ટમાં સૌથી સદી ફટકારવાના મામલામાં સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. તેણે ઓસ્ટ્રેલિયાની 26 સદીની બરાબરી કરી છે.
રોહિતની સૌથી ધીમી સદી
રોહિત શર્માના કરિયરની સૌથી ધીમી સદી હતી. તેણે 128 બોલમાં સદી પૂરી કરી હતી, પરંતુ આ એક શાનદાર સદી હતી જેને ભારતીય ટીમે તાળીઓ પાડીને વધાવી લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે