Ind vs Aus: ઓસ્ટ્રેલિયા પહોંચી ભારતીય ટીમ, 14 દિવસ ક્વોરૅન્ટીન રહેશે બધા ખેલાડીઓ
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી ગઈ છે. ટીમ આ પ્રવાસમાં ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમશે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સમાપ્ત થયાના એક દિવસ બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે રવાના થયેલી ભારતીય ક્રિકેટ ટીમ સિડની પહોંચી ચુકી છે. કેપ્ટન કોહલી સહિત ટીમ બુધવારે દુબઈથી ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ હતી. 27 નવેમ્બરથી ટીમ ઈન્ડિયાના આ પ્રવાસની શરૂઆત થશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવી પીપીટી કિટ અને માસ્કની સાથે ભારતીય ટીમના ખેલાડીઓનો ફોટો શેર કર્યો હતો. આ તસવીર દુબઈથી સિડની માટે રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓએ એક સાથે ખેંચાવી હતી. ઓસ્ટ્રેલિયા પહોંચવાની સાથે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે. બીસીસીઆઈએ તેને ઘટાડવાની વિનંતી કરી હતી પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેનો સ્વીકાર કર્યો નથી.
Dubai ✈️ Sydney
Hello Australia! #TeamIndia is here! 💪 pic.twitter.com/Rfu0wZlXW0
— BCCI (@BCCI) November 12, 2020
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેવા પહોંચેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પણ પોતાના દેશ પહોંચી રહ્યા છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે, ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે. વનડે સિરીઝ સિડનીમાં 27, 29 નવેમ્બર અને 2 ડિસેમ્બરે રમાશે. જ્યારે ટી20 સિરીઝના મુકાબલા 4, 6 અને 8 ડિસેમ્બરે થશે.
IPL વિશ્વની સૌથી પસંદગીની ટી20 લીગ, આ સીઝનમાં વ્યૂઅરશિપમાં થયો રેકોર્ડતોડ વધારો
ત્યારબાદ ટીમ ઈન્ડિયા 4 ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. પ્રથમ મુકાબલો 17થી 21 ડિસેમ્બર સુધી રમાશે જે ડે-નાઇટ હશે. આ પ્રથમ તક છે જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં કોઈ ડે નાઇટ ટેસ્ટ રમશે. 26 ડિસેમ્બરથી બીજી અને 7 તથા 15 જાન્યુઆરીથી ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે