IND vs ENG: ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
IND vs ENG: રૂટ IN.. સ્ટોક્સ OUT...ભારતના પ્રવાસ માટે ઈંગ્લેન્ડે વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ જાહેર કરી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પણ પોતાની ટીમ જાહેર કરી દીધી છે.
Trending Photos
England Squad for India Tour in 2025: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 2025ના શરૂઆતી મહિનામાં ભારતના પ્રવાસે આવશે. જ્યાં બંને દેશ વચ્ચે ત્રણ મેચની વનડે અને પાંચ મેચની ટી20 સિરીઝ રમાશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી છે. સાથે બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી છે. સ્ટાર બેટર જો રૂટની લાંબા સમય બાદ વનડે ટીમમાં વાપસી થઈ છે. જે 2023 વિશ્વકપ બાદ વનડે ટીમમાંથી બહાર હતો. જ્યારે ઈજાગ્રસ્ત બેન સ્ટોક્સને ટીમમાં સ્થાન મળ્યું નથી.
રૂટ IN.. સ્ટોક્સ OUT
ઈંગ્લેન્ડની ટીમ પ્રથમવાર ભારતમાં વ્હાઇટ-હોલ સિરીઝ હેડ કોચ બ્રેન્ડન મેકુલમની આગેવાનીમાં રમશે. વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય બંને ટીમોમાં 15 ખેલાડી સામેલ છે. યોર્કશાયર બેટર જો રૂટ નવેમ્બર 2023માં આઈસીસી વનડે વિશ્વકપ બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે. તો ડરહમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની પસંદગી કરવામાં આવી નથી, કારણ કે તે ઈજાગ્રસ્ત છે. લેગ સ્પિનર રેહાન અહમદને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ 17 જાન્યુઆરી 2025ના ભારત માટે રવાના થશે.
ઈંગ્લેન્ડની વનડે ટીમ (ભારતના પ્રવાસ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે)
જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિંગસન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રાઇડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશિદ, જો રૂટ, શાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.
ભારતના પ્રવાસ માટે ઈંગ્લેન્ડની ટી20 ટીમ
જોસ બટલર (કેપ્ટન), રેહાન અહમદ, જોફ્રા આર્ચર, ગસ એટકિંસન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રાઇડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશિદ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.
ભારત-ઈંગ્લેન્ડ T20 સિરીઝનો કાર્યક્રમ
1લી T20: ભારત vs ઈંગ્લેન્ડ, 22 જાન્યુઆરી, ઈડન ગાર્ડન્સ, કોલકાતા
2જી T20: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 25 જાન્યુઆરી, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ
ત્રીજી T20: ભારત vs ઈંગ્લેન્ડ, 28 જાન્યુઆરી, નિરંજન શાહ સ્ટેડિયમ, રાજકોટ
4થી T20: ભારત vs ઈંગ્લેન્ડ, 31 જાન્યુઆરી, MCA સ્ટેડિયમ, પુણે
5મી T20: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2 ફેબ્રુઆરી, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
ભારત-ઈંગ્લેન્ડ વનડે સિરીઝ કાર્યક્રમ
1લી ODI: ભારત vs ઈંગ્લેન્ડ, 6 ફેબ્રુઆરી, VCA સ્ટેડિયમ, નાગપુર
2જી ODI: ભારત vs ઈંગ્લેન્ડ, 9 ફેબ્રુઆરી, બારાબતી સ્ટેડિયમ, કટક
ત્રીજી ODI: ભારત vs ઈંગ્લેન્ડ, 12 ફેબ્રુઆરી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે