IND vs ENG 2nd Test: રોહિત શર્માએ આ શું કર્યું? બોલરોના ગાભા કાઢી નાખનારા વિસ્ફોટક ખેલાડીને બીજી ટેસ્ટમાં તક જ ન મળી 

મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટના છેલ્લા 3 સત્રોમાં શાનદાર રન કરનારા આ ખેલાડીએ હાલમાં જ 160 બોલમાં 161 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેનાથી ભારત એ ની ટીમે અમદાવાદમાં બીજી ચાર દિવસીય મેચમાં ઈંગ્લેન્ડ લાયન્સને એક ઈનિંગ અને 16 રનથી હરાવ્યું હતું. તેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સરેરાશ 69.85ની છે. આ ખેલાડીને તક નહીં આપીને કેપ્ટન રોહિત શર્માએ તેનું દિલ તોડ્યું છે. 

IND vs ENG 2nd Test: રોહિત શર્માએ આ શું કર્યું? બોલરોના ગાભા કાઢી નાખનારા વિસ્ફોટક ખેલાડીને બીજી ટેસ્ટમાં તક જ ન મળી 

India vs England 2nd Test: ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ સરફરાઝ ખાનને ભારતીય ટેસ્ટ સ્ક્વોડમાં જગ્યા મળી ગઈ. પરંતુ જ્યારે વાત પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાની આવી તો તેને નજરઅંદાઝ કરી દેવાયો હોય તેવું લાગી રહ્યું છે. કેપ્ટન રોહિત શર્માએ સરફરાઝ ખાનને વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી નહીં. જો કે એવી અગાઉ આશા રખાઈ રહી હતી કે સરફરાઝ ખાનને બીજી ટેસ્ટ મેચમાં જગ્યા મળી શકે છે. 

સરફરાઝ ખાન હ્રદયભગ્ન!
અત્રે જણાવવાનું કે સરફરાઝ ખાન ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરાયેલા ત્રણ ખેલાડીઓમાંથી એક છે કારણ કે રવિન્દ્ર જાડેજા (હેમસ્ટ્રિંગ ઈજા), અને કે એલ રાહુલ (ક્વોડ્રિસેપ્સ પેઈન) બીજી ટેસ્ટ રમી રહ્યા નથી. મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટના છેલ્લા 3 સત્રોમાં શાનદાર રન કરનારા સરફરાઝ ખાને હાલમાં જ 160 બોલમાં 161 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેનાથી ભારત એ ની ટીમે અમદાવાદમાં બીજી ચાર દિવસીય મેચમાં ઈંગ્લેન્ડ લાયન્સને એક ઈનિંગ અને 16 રનથી હરાવ્યું હતું. સરફરાઝ ખાનનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સરેરાશ 69.85ની છે. સરફરાઝ ખાનને તક નહીં આપીને કેપ્ટન રોહિત શર્માએ તેનું દિલ તોડ્યું છે. 

સ્વીપ અને રિવર્સ સ્વીપ રમવાનો એક્સપર્ટ
સરફરાઝ ખાન સ્વીપ અને રિવર્સ સ્વીપ રમવામાં એક્સપર્ટ છે. આમ છતાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં તેને તક અપાઈ નથી. સરફરાઝ ખાને ભારતીય ડોમેસ્ટિક ક્રિક્ટમાં રનનો વરસાદ કરીને તહેલકો મચાવ્યો છે. સરફરાઝ ખાને 45 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 69.85ની સરેરાશથી 3912 રન કર્યા છે. જેમાં 14 સદી અને 11 અડધી સદી સામેલ છે. સરફરાઝ ખાને ફર્સ્ટ ક્લાસ મેચોમાં ત્રેવડી સદી પણ ફટકારેલી છે. ફર્સ્ટ ક્લાસ મેચોમાં સરફરાઝ ખાનનો બેસ્ટ સ્કોર 301 અણનમ રન છે. 

બીજી ટેસ્ટની પ્લેઈિંગ ઈલેવન

ભારત- યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, શ્રેયસ ઐય્યર, કે એસ ભરત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ

— BCCI (@BCCI) February 2, 2024

ઈંગ્લેન્ડ- જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકિપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલે, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news