ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલ પર આવ્યું મોટું અપડેટ, અહીંયા આમને-સામને જોવા મળશે ભારત અને પાકિસ્તાન?

Champions Trophy 2025: આવતા વર્ષે યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ તેમના મેચ ક્યાં રમશે, આની પુષ્ટિ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક વિશ્વસનીય સૂત્ર દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવી રહ્યું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલ પર આવ્યું મોટું અપડેટ, અહીંયા આમને-સામને જોવા મળશે ભારત અને પાકિસ્તાન?

Champions Trophy 2025: આવતા વર્ષે યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ તેમના મેચ ક્યાં રમશે, આની પુષ્ટિ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક વિશ્વસનીય સૂત્ર દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવી રહ્યું છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજની મેચો દુબઈમાં રમશે અને જો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચશે તો તેની સેમી ફાઈનલ અને ફાઈનલ પણ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાશે.

ન્યૂટ્રલ વેન્યુ પર ભારતના મેચ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક વિશ્વસનીય સૂત્રએ પુષ્ટિ કરી કે PCBના અધ્યક્ષ મોહસિન નકવી અને તેમના UAE સમકક્ષ શેખ નાહયાન અલ મુબારક વચ્ચેની બેઠક બાદ દુબઈને તટસ્થ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. શેખ નાહયાન હાલમાં સિંધના ઘોટકી વિસ્તારમાં રજાઓ માણી રહ્યા છે. નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે. તેઓ શેખ નાહયાનને મળ્યા અને પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી ટુર્નામેન્ટની વહીવટી બાબતોને આખરી ઓપ આપ્યો.

આખરે બની સહમતિ
ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અંગેની મડાગાંઠનો આખરે અંત આવ્યો, જ્યારે ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ)એ જાહેરાત કરી કે ભારત 50-ઓવરની ટુર્નામેન્ટમાં તેની મેચો યજમાન રાષ્ટ્ર પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે રમશે. પાકિસ્તાન માટે પણ 2027 સુધી આ જ સિસ્ટમ લાગુ રહેશે અને તે ભારતમાં યોજાનારી ટુર્નામેન્ટ તટસ્થ સ્થળોએ રમશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ICC હવે ઇવેન્ટના અંતિમ શેડ્યૂલની જાહેરાત કરશે, જેમાં 9 થી 10 મેચ પાકિસ્તાનમાં યોજવામાં આવી શકે છે.

સૂત્રએ કહ્યું કે, જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય નહીં થાય તો ટાઈટલ મેચ લાહોરમાં યોજાશે. હાઇબ્રિડ મોડલની વ્યવસ્થા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (પાકિસ્તાન), આવતા વર્ષે ભારતમાં યોજાનાર મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં લાગુ કરવામાં આવશે. ભારતે સુરક્ષાની ચિંતાઓને કારણે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી.

ભારતીય ખેલાડીઓએ 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં એકપણ મેચ રમી નથી, જેમાં 150 લોકો માર્યા ગયા હતા. બન્ને દેશો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય ટૂર્નામેન્ટ 2012માં થઈ હતી. પાકિસ્તાનના પ્રવાસ માટે પણ ભારત સરકારની મંજૂરી જરૂરી છે, જે પોતાના નિર્ણય પર અડગ છે. BCCIનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે, પરંતુ PCB દ્વારા તટસ્થ સ્થળોની 'એકપક્ષીય' વ્યવસ્થાની મંજૂરી આપવાના ઇનકારને કારણે મામલો ગુંચવાયો હતો.  PCBએ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ માટે પોતાની ટીમ ભારત મોકલી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news