રોહિત સેનાએ કર્યો કમાલ, ટીમ ઇન્ડીયાના બોલરો સામે વેસ્ટઇન્ડીઝ ધૂંટણિયે

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝનો ત્રીજો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. ભારતીય ટીમે ત્રીજી મેચમાં જીત પ્રાપ્ત કરી 3-0 થે સીરીઝમાં ક્લીન સ્વીપ કરી. ભારતે સીરીઝની ત્રીજી મેચ 96 રનોથી જીતી લીધી છે.

રોહિત સેનાએ કર્યો કમાલ, ટીમ ઇન્ડીયાના બોલરો સામે વેસ્ટઇન્ડીઝ ધૂંટણિયે

અમદાવાદ: ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝનો ત્રીજો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. ભારતીય ટીમે ત્રીજી મેચમાં જીત પ્રાપ્ત કરી 3-0 થે સીરીઝમાં ક્લીન સ્વીપ કરી. ભારતે સીરીઝની ત્રીજી મેચ 96 રનોથી જીતી લીધી છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલાં બેટીંગ કરાવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડીયાએ 10 વિકેટ ગુમાવી 50 ઓવરમાં 265 રન બનાવ્યા હતા. 

ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન
ભારતના 265 રનના જવાબમાં વેસ્ટ વેસ્ટઇન્ડીઝ માત્ર 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આખી સીરીઝની માફક ભારતીય બોલરોએ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વનડેમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે દીપક ચહર અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ઓડન સ્મિથે 36 રન બનાવ્યા હતા. તો બીજી તરફ કેપ્ટન નિકોલસ પૂરએ 34 રનની ઇનિંગ રમી હતી.

265 પર સમેટાઈ ગઇ ભારતીય ઇનિંગ
આ વનડેમાં ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલરોએ ટીમ ઈન્ડિયાની વિકેટો ખૂબ જલદી ઝડપી લીધી હતી. ખાસ કરીને અલઝારી જોસેફે એક જ ઓવરમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને પેવેલિયન મોકલી દીધા હતા. આ મેચમાં વિરાટ કોહલી પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. કેપ્ટન રોહિત શર્માએ 13 રન બનાવ્યા હતા. તે જ સમયે શિખર ધવન પણ 10 રન બનાવીને ઓડિયન સ્મિથનો શિકાર બન્યો હતો. જોકે, પ્રથમ ત્રણ વિકેટ પડ્યા બાદ રિષભ પંત અને શ્રેયસે બાજી સંભાળી હતી. આ મેચમાં અય્યરે 80 રનની ઇનિંગ રમી હતી. પંતે પણ 56 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય દીપક ચહરે 38 અને વોશિંગ્ટન સુંદરે 33 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે 4 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમમાં 4 ફેરફાર
ત્રીજી વનડે મેચ પહેલા જ રોહિત શર્માએ પુષ્ટિ કરી હતી કે શિખર ધવન તેની સાથે ઓપનિંગ પાર્ટનર તરીકે ઉતરશે. કોરોના પોઝિટિવ હોવાના કારણે શિખર પ્રથમ અને બીજી વનડે મેચમાં રમી શક્યો ન હતો. એવામાં લાંબા સમય બાદ શિખર ધવન, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ત્રિપુટી ટોપ ઓર્ડરમાં જોવા મળી હતી. તે જ સમયે કેએલ રાહુલ, દીપક હુડ્ડા, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલ આ મેચમાં નહીં રમે. કુલદીપ યાદવ, દીપક ચહર અને શ્રેયસ અય્યરને સ્થાન આપવામાં આવ્યું છે.

આ ખેલાડીને લાંબા સમય બાદ મળી તક
યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ કુલદીપ યાદવને તક આપવામાં આવી છે. કુલદીપ લાંબા સમય પછી પાછો ફર્યો છે. તેને ટી-20 વર્લ્ડ કપ, ન્યૂઝીલેન્ડ સિરીઝ અને સાઉથ આફ્રિકા પ્રવાસમાં પણ જગ્યા મળી ન હતી. તે ઘણો સારો બોલર છે. તેના બોલ રમવું કોઈના માટે સરળ નથી.

A vital half-century stand between @ShreyasIyer15 & @RishabhPant17 as #TeamIndia move closer to 100. 👌 👌 #INDvWI @Paytm

— BCCI (@BCCI) February 11, 2022

ભારત કરી શકે છે ક્લીન સ્વીપ
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે મેચ તોફાની રીતે જીતી છે. ભારતીય બોલિંગ અને બેટિંગમાં શાનદાર રમત જોવા મળી હતી. બંને મેચમાં વિન્ડીઝની ટીમ ક્યાંય ટકી શકી ન હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો ભારતીય સ્પિનરોનો બ્રેક શોધી શક્યા ન હતા. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી મેચ જીતીને ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. કેપ્ટન રોહિત શર્મા આ મેચ માટે કોઈ કસર છોડવા માંગતો નથી. રોહિત શર્મા સૌથી ઝડપી 10 મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે. ભારતે પ્રથમ મેચ 6 વિકેટે અને બીજી મેચ 44 રનથી જીતી હતી.

ત્રીજી વનડે માટે બંને દેશોની પ્લેઈંગ ઈલેવન:
ભારત:
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કિપર), કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, પ્રણંદ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને શ્રેયસ ઐયર.

4⃣ changes for #TeamIndia as Shikhar Dhawan, Shreyas Iyer, Deepak Chahar & Kuldeep Yadav replace KL Rahul, Deepak Hooda, Shardul Thakur & Yuzvendra Chahal in the team. #INDvWI @Paytm

Follow the match ▶️ https://t.co/9pGAfWtQZV

Here's our Playing XI 🔽 pic.twitter.com/BrCxdkHRRg

— BCCI (@BCCI) February 11, 2022

બ્રેન્ડન કિંગ, શાઈ હોપ (વિકેટ કિપર), શમરાહ બ્રૂક્સ, ડેરેન બ્રાવો, નિકોલસ પૂરન (કેપ્ટન), જેસન હોલ્ડર, ફેબિયન એલન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, કેમર રોચ, હેડન વોલ્શ જુનિયર.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news