INDvsWI: વિરાટ કોહલી અને રોહિત શર્મામાં ફક્ત 'અણબનાવ' નથી, આ 3 રેકોર્ડની પણ લડાઇ પણ છે
ભારતીય ટીમ હાલમાં વેસ્ટઇંડીઝ (INDvsWI) સામે મુકાબલા માટે અમેરિકામાં છે. બંને ટીમો વચ્ચે શનિવારે (3 ઓગસ્ટ)થી ટી20 સીરીજ શરૂ થઇ રહી છે. બંને ટીમો વચ્ચે પહેલો મુકાબલો અમેરિકાના શહેર લોડરહિલમાં થવાની છે. બંને ટીમ વર્લ્ડકપ બાદ પહેલીવાર મેદાનમાં ઉતરી રહી છે. વેસ્ટઇંડીઝની ટીમ જ્યાં પોતાના નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ટીમ હાલમાં વેસ્ટઇંડીઝ (INDvsWI) સામે મુકાબલા માટે અમેરિકામાં છે. બંને ટીમો વચ્ચે શનિવારે (3 ઓગસ્ટ)થી ટી20 સીરીજ શરૂ થઇ રહી છે. બંને ટીમો વચ્ચે પહેલો મુકાબલો અમેરિકાના શહેર લોડરહિલમાં થવાની છે. બંને ટીમ વર્લ્ડકપ બાદ પહેલીવાર મેદાનમાં ઉતરી રહી છે. વેસ્ટઇંડીઝની ટીમ જ્યાં પોતાના નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ ભારતીય ટીમ પોતાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ઉપ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ની અણબનાવના સમાચારો સાથે ઉતરશે. હવે મનદુખના સમાચારોની હકિકત તો ખબર નથી, પરંતુ ક્રિકેટના મેદાન પર બંને વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. આ બંને ટીમો ટી20 ઇન્ટરનેશનલના ત્રણ મુખ્ય રેકોર્ડમાં એકબીજા પડકાર ફેંકશે.
1. રોહિત અને વિરાટ વચ્ચે રહેશે રનોની રેસ
રોહિત શર્મા હાલ ટી10 ક્રિકેટમાં દુનિયામાં સૌથી વધુ બનાવનાર ખેલાદી છે. વિરાટ કોહલી આ મામલે ત્રીજા નંબર પર છે. રોહિતે 94 મેચમાંથી 2331 રન બનાવ્યા છે. વિરાટ કોહલીની 67 મેચમાં 2263 રન છે. એટલે કે બંને વચ્ચે ફક્ત 68 રનનું અંતર છે. સ્પષ્ટ છે કે જો રોહિતને નંબર-1 પર યથાવત રહેવું હોય તો આ સીરીઝમાં ઠીક-ઠાક રન બનાવવા પડશે. આમ ન થયું તો તેમના કેપ્ટન જ તેને પાછળ છોડવા માટે તૈયાર બેઠ્યા છે.
2. સૌથી વધુ ફિફ્ટીમાં પણ બરાબરી પર
વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ફક્ત રનોની રેસ નથી ચાલી રહી છે. બંને ખેલાડી વચ્ચે 50+ એટલે 50 રનથી વધુની ઇનિંગ રમવાના મામલે પણ રસપ્રદ મુકાબલો ચાલી રહ્યો છે. અત્યારે બંને ખલાડીઓએ 50+ ની 20-20 ઇનિંગ રમી છે. આ બંને 50+ ઇનિંગના મામલે દુનિયામાં નંબર-1 (સંયુક્ત) છે. એટલે કે જો બેસ્ટમેન વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ વધુ ઇનિંગ રમશે, તે જ આ મામલે આગળ નિકળી જશે. અહીં તમને જણાવી દઇએ કે રોહિતે 4 સદી અને 16 ફીફ્ટી ફટકારી છે. વિરાતે 20 ફિફ્ટી ફટકારી છે.
3. સૌથી વધુ ચોગ્ગા માટે પણ મુકાબલો
વિરાટ કોહલી હાલ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાના મામલે શ્રીલંકાના તિલકરત્ને દિલશાન સાથે સંયુક્ત રૂપથી પ્રથમ ક્રમ પર છે. આ બંને ખેલાડીઓએ 223-223 ચોગ્ગા ફટકાર્યા છે. વિરાટ કોહલી એક ચોગ્ગો ફટકારી આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. હવે દિલશાન તો સંન્યાસ લઇ ચૂક્યા છે. પરંતુ વિરાટ કોહલીએ સૌથી વધુ ચોગ્ગાનો રેકોર્ડ યથાવત રાખવા માટે રોહિત શર્મા અને અફઘાનિસ્તાનના મોહમંદ શહજાદથી સતર્ક રહેવું પડશે. શહજાદ 208 અને રોહિત 207 ચોગ્ગા ફટકારી વિરાટના આ રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે