T20 World Cup 2024: આજે થઇ શકે છે ટીમ ઇન્ડીયાની જાહેરાત, ચીફ સિલેક્ટર મીટિંગ બાદ કરશે જાહેરાત

BCCI: ટી20 વર્લ્ડકપ 2024 ને લઇને બીસીસીઆઇ ઘણી બેઠકો કરી રહી છે. વર્લ્ડકપ માટે અત્યાર સુધી ટીમની જાહેરાત થઇ નથી. 1 મેના રોજ ટીમની જાહેરાત કરવી અનિવાર્ય છે. 
 

T20 World Cup 2024:  આજે થઇ શકે છે ટીમ ઇન્ડીયાની જાહેરાત, ચીફ સિલેક્ટર મીટિંગ બાદ કરશે જાહેરાત

India T20 World Cup Squad: ટી 20 વર્લ્ડકપ  (T20 World Cup 2024) માટે હવે વધુ દિવસ બાકી રહ્યા નથી. એવામાં ભારતીય ક્રિકેટ ફેન્સ ટી 20 વર્લ્ડકપ  (T20 World Cup 2024) ના સ્ક્વોડની રાહ જોઇ રહ્યા છે. સમાચાર ચેહ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  (BCCI) ની સિલેક્શન કમિટી જલદી જ ટી 20 વર્લ્ડકપ  (T20 World Cup 2024) માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેશે. 1 મેના રોજ ટીમની જાહેરાત કરવી અનિવાર્ય છે, અને ન્યૂઝિલેંડ જેવી મોટી ટીમોએ પહેલાં જ પોતાની ટીમ સિલેક્ટ કરી લીધી છે. 

અંતિમ નિર્ણય લેતાં પહેલાં વધુ એક મીટિંગ!
બીસીસીઆઇના મુખ્ય સિલેક્ટર અજીત અગરકર 30 એપ્રિલના રોજ અમદાવાદમાં સિલેક્શન કમિટી સાથે મીટિંગ કરશે. આ મીટિંગ બાદ જ ટીમની જાહેરાત કરવામાં આવશે. આ ગત થોડા દિવસોમાં અગરકરની બીજી મીટિંગ છે. 

27 એપ્રિલના રોજ અજીત અગરકર દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી. આશા છે કે સિલેક્શન કમિટી અંતિમ ચર્ચા બાદ 1 મેના રોજ ફાઇનલ ટીમનું નામ આવી જશે. આ પહેલાં આજે એટલે કે 30 એપ્રિલ, મંગળવારે પણ ટીમની જાહેરાત થઇ શકે છે. 

ટી20 વર્લ્ડ કપ 2024 માટે સંભવિત ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), રિંકુ સિંહ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, અરશદીપ સિંહ. સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે.

ટી20 વર્લ્ડકપમાં ભારતની મેચ ક્યારે છે? 
ટી20 વર્લ્ડકપ 2024 માં ભારત ગ્રુપ એ નો ભાગ છે. તેમાં ભારતની પ્રથમ મેચ 5 જૂનના રોજ આયરલેંડ વિરૂદ્ધ છે. બીજી મેચ 9 જૂનના રોજ પાકિસ્તાન વિરૂદ્ધ રમાશે. ત્રીજી મેચ 12 જૂનના રોજ યૂનાઇડેટ સ્ટેટ્સ વિરૂદ્ધ અને ગ્રુપની અંતિમ મેચ 15 જૂનના રોજ કેનેડા વિરૂદ્ધ રમાશે.

ટી20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન
ભારતીય ટીમ પહેલાં ટી20 વર્લ્ડકપની ચેમ્પિયન હતી, જે 2007 માં થઇ હતી. ત્યારબાદ ભારત ફરી એકવાર ટ્રોફી જીતી શક્યું નહી. ટી20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શનની વાત કરીએ તો ભારત અત્યાર સુધી 44 મેચો રમી ચૂક્યું છે. તેમાંથી ભારતને 15 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 27 મેચોમાં તેને જીત મળી. એક મેચ ટાઇ રહી અને એક મેચમાં કોઇ પરિણામ આવ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news