IND vs PAK, WT20 WC: ટીમ ઈન્ડિયાની મહિલા વિશ્વકપમાં ધમાકેદાર શરૂઆત, પ્રથમ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
Women's T20 World Cup 2023: ટીમ ઈન્ડિયાએ મહિલા ટી20 વિશ્વકપના પોતાના પ્રથમ મુકાબલામાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. ભારત માટે જેમિમા રોડ્રિગ્સે શાનદાર પ્રદર્શન કર્યું છે.
Trending Photos
કેપટાઉનઃ જેમિમા રોડ્રિગ્સ (53 અણનમ) અને ઋચા ઘોષ (31 અણનમ) ની શાનદાર બેટિંગની મદદથી ભારતે આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ (ICC Woment T20 World Cup 2023) માં પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં ધમાકેદાર શરૂઆત કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 19 ઓવરમાં 3 વિકેટે 151 રન બનાવી સાત વિકેટે જીત મેળવી હતી.
ભારતની ઈનિંગનો રોમાંચ
સ્મૃતિ મંધાનાની ગેરહાજરીમાં યાસ્તિકા ભાટિયા અને શેફાલી વર્માએ ઈનિંગની શરૂઆત કરી હતી. ભારતને 38 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાદ્યો હતો. યાસ્તિકા 17 રન બનાવી આઉટ થઈ હતી. શેફાલી વર્માએ 35 બોલમાં ચાર ચોગ્ગા સાથે 33 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 16 રન બનાવી નશરા સધુનો શિકાર બની હતી. ભારતે 93 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી.
જેમિમા અને ઋચા ઘોષે ભારતને અપાવી જીત
ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલી ઋચા ઘોષે 38 બોલમાં 8 ચોગ્ગા સાથે અણનમ 53 રન બનાવ્યા હતા. જ્યારે ઋચા ઘોષે 20 બોલમાં પાંચ ચોગ્ગા સાથે અણનમ 31 રન ફટકાર્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી.
પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરોમાં 4 વિકેટના નુકસાનની સાથે 149 રન બનાવ્યા હતા. કેપ્ટન બિસ્માહ મારૂફે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 55 બોલનો સામનો કરતા અણનમ 68 રન ફટકાર્યા હતા. બિસ્માહની ઈનિંગમાં 7 ચોગ્ગા સામેલ હતા. આયશા નસીમે તોફાની બેટિંગ કરી. તેણે 25 બોલનો સામનો કરતા અણનમ 43 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. ઓપનર મુનીબા અલી 12 રન બનાવી આઉટ થઈ હતી. જ્યારે જાવેરિયા ખાને 8 રનનું યોગદાન આપ્યું હતું.
ભારત માટે રાધા યાદવે 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 21 રન આપ્યા હતા. પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 30 રન આપી એક વિકેટ લીધી હતી. જ્યારે દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 39 રન આપી એક બેટરને આઉટ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે