World T20: કોહલી-શાસ્ત્રી યુગનો અંત, ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે વિદાય
આઈસીસી ટી20 વિશ્વકપમાં વિજય સાથે ભારતા અભિયાનનો અંત આવી ગયો છે. આ સાથે કોચ તરીકે રવિ શાસ્ત્રીની વિદાય થઈ છે. તો વિરાટ કોહલીનો ટી20 કેપ્ટન તરીકે પણ જીત સાથે અંત આવી ગયો છે.
Trending Photos
દુબઈઃ રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન અને જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગ બાદ રોહિત શર્મા (56) અને કેએલ રાહુલ (54*)ની અડધી સદીની મદદથી ભારતે અહીં આઈસીસી ટી20 વિશ્વકપની અંતિમ ગ્રુપ મેચમાં નામીબિયાને 9 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. આ જીત સાથે ભારતની સફર આઈસીસી ટી20 વિશ્વકપ-2021માં સમાપ્ત થઈ ગઈ છે. મહત્વનું છે કે ભારતીય ટીમ પહેલાં જ સેમીફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ જીત સાથે ટી20માં વિરાટ કોહલીના કેપ્ટનશિપ યુગનો અંત આવી ગયો છે. તો ટીમે કોચ રવિ શાસ્ત્રીને પણ જીત સાથે વિદાય આપી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા નામીબિયાએ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 15.2 ઓવરમાં 1 વિકેટે 136 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
રાહુલ-રોહિતની શાનદાર ઈનિંગ
નામીબિયાએ આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ ભારતને બંને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં ભારતે 54 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 37 બોલમાં 2 સિક્સ અને 7 ચોગ્ગા સાથે 56 રન બનાવ્યા હતા. તો કેએલ રાહુલે 36 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 56 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 25 રન બનાવી અણનમ રહ્યો હતો.
નામીબિયાની ઈનિંગ
નામીબિયાને પ્રથમ ઝટકો બુમરાહે વેન લિંગેનને 14 રને આઉટ કરીને આપ્યો હતો. ત્યારબાગ ક્રેગ વિલિયમસન શૂન્ય રને જાડેજાનો શિકાર બન્યો હતો. સ્ટીફન બાર્ડ 21 રન બનાવી જાડેજાની ઓવરમાં LBW આઉટ થયો હતો. લોટી ઇટનને અશ્વિને 5 રનના સ્કોર પર કેચઆઉટ કરાવ્યો હતો. કેપ્ટન ઇરાસમસ 12 રનના સ્કોર પર અશ્વિનનો શિકાર બન્યો હતો.
ત્યારબાદ જાડેજાએ જેજે સ્મિથને 9 રને આઉટ કરીને તેની ત્રીજી વિકેટ ઝડપી હતી. જૈન ગ્રીન શૂન્ય રને અશ્વિનની ઓવરમાં આઉટ થયો હતો. ડેવિડ વિઝ 26 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ભારત તરફથી જાડેજા, અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહને બે વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે