પર્દાપણ ટેસ્ટમાં હનુમા વિહારીનો કમાલ, અર્ધસદી ફટકારીને બનાવ્યો આ રેકોર્ડ
હનુમા વિહારીએ પોતાની ઈનિંગમાં 124 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને 3 છગ્ગો ફટકાર્યો હતો.
Trending Photos
લંડનઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના પર્દાપણ ટેસ્ટ મેચમાં હનુમા વિહારીએ કમાલ કર્યો છે. હનુમાએ પોતાના પ્રથમ ટેસ્ટમાં શાનદાર અડધી સદી ફટકારી છે. ઈંગ્લેન્ડની મુશ્કેલ સ્થિતિમાં હનુમાએ પોતાને ાબિત કરતા 56 રનની ઈનિંગ રમી હતી.
હનુમા વિહારીએ પોતાની ઈનિંગમાં 124 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. બોલરો માટે અનુકૂળ સ્થિતિમાં હનુમાએ પોતાની શાનદાર બેટિંગ ટેકનિકનો નમૂનો રજૂ કર્યો હતો.
હનુમા પોતાના પર્દારણ ટેસ્ટમાં 50થી વધુ રન ફટકારનાર 26મો ભારતીય છે. અંતિમ વખત વર્ષ 2017માં હાર્દિક પંડ્યાએ ટેસ્ટમાં પર્દાપણ કરતા શ્રીલંકા વિરુદ્ધ ગોલ ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી.
ભારત માટે ટેસ્ટ પર્દાપણમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, જેણે વર્ષ 2013માં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ કોલકત્તામાં 177 રન બનાવ્યા હતા.
પર્દાપણ ટેસ્ટમાં છઠ્ઠા સ્થાન પર બેટિંગ કરતા ભારતીય બેટ્સમેન
177 રોહિત શર્મા વિરુદ્ધ વેસ્ટઇન્ડિઝ, 2013
120 સુરેશ રૈના વિરુદ્ધ શ્રીલંકા, 2010
105 વીરેન્દ્ર સહવાગ વિરુદ્ધ સાઉથ આફ્રિકા, 2001
103 પ્રવીણ આમરે વિરુદ્ધ સાઉથ આફ્રિકા, 1991
56 હનુમા વિહારી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2018
વિહારી ભારતના 237 રનના સ્કોર પર સાતમાં બેટ્સમેનના રૂપમાં આઉટ થયો હતો. તેને મોઇન અલીએ બેયરસ્ટોના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. વિહારી અને જાડેજાએ સાતમી વિકેટ માટે 77 રન જોડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે