IPL 2019: હિટ મેને ફરી કર્યો કેપ્ટન કૂલના ગઢમાં છેદ, રણનીતિ રહી સફળ
આઇપીએલની ક્વોલિફાયર વન મેચમાં હિટમેન રોહિત શર્માએ કેપ્ટન કૂલ ધોનીના ગઢમાં ફરી એકવાર છેદ કર્યો છે અને જીત મેળવી છે. આ મુકાબલામાં ચેન્નઇ વિરૂધ્ધ જીત મેળવ્યા બાદ મુંબઇ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, મને મારા ખેલાડીઓ પર વિશ્વાસ હતો
Trending Photos
ચેન્નઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના પ્રથમ પ્લેઓફ મુકાબલામાં મુંબઇની ટીમે ફરી એકવાર પોતાની શક્તિનો પરચો આપ્યો છે. હિટ મેને રોહિત શર્માએ ફરી એકવાર કેપ્ટન કૂલના ગઢમાં છેદ કરી જીત મેળવી પોતાને બહેતર સાબિત કર્યો છે. ગત વર્ષની ચેમ્પિયન ચેન્નઇની ફરી એકવાર એના જ ઘરમાં હરાવી મુંબઇે પોતાનો પરચો આપ્યો છે. આ જીત સાથે જ મુંબઇની ટીમ ફાઇનલમાં પ્રવેશી છે. આ જીત બાદ રોહિત શર્માએ કહ્યું કે, ચેન્નઇના બોલર એમની ટીમ પર હાવી થઇ શકતા હતા પરંતુ એમને એમના ખેલાડીઓ પર ભરોસો હતો.
મુંબઇ 5મી વખત ફાઇનલમાં
આઇપીએલની અત્યાર સુધીમાં રમાયેલ 11 સિઝનમાં મુંબઇ અને ચેન્નઇ બંને ત્રણ ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકી છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ (અણનમ 71) જોરદાર ઇનિંગ રમ્યો હતો. જે જીત માટે મહત્વની બની હતી. ચેન્નઇને હરાવતાં મુંબઇમાં ફાઇનલમાં પ્રવેશી છે. આ સાથે આઇપીએલમાં મુંબઇ પાંચમી વખત ફાઇનલમાં આવી છે
ચેન્નઇ પાસે હજુ એક તક
મુંબઇ સાથે ભલે હાર થઇ હોય પરંતુ ચેન્નઇ પાસે ફાઇનલમાં જવા માટે હજુ એક તક છે. બુધવારે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે થનાર મેચના વિજેતાને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી શકે છે.
રોહિત શર્માને બેટ્સમેનો પર હતો વિશ્વાસ
રોહિત શર્માએ મેચ જીત્યા બાદ જણાવ્યું કે કેવી રીતે એની ટીમે ચેન્નઇને હરાવવા માટે રણનીતિ બનાવી હતી. રોહિતે કહ્યું કે, આ સારો પ્રયાસ હતો અને એ જાણીને આનંદ થઇ રહ્યો છે કે અમે ફાઇનલમાં પહોંચી ગયા છીએ. મને ખબર હતી કે અમારી પાસે એમના બેટ્સમેનોને રોકવા માટે સારા બોલર છે અને અમારા બેટ્સમેનો પર મને ભરોસો હતો. મુંબઇે પહેલા બોલિંગ કરતાં ચેન્નઇને 131 રન પર રોકી લીધું હતું.
જ્યંતને આ માટે લીધો હતો
કેપ્ટન રોહિત શર્માએ જયંત યાદવને અંતિમ 11માં સમાવેશ કરવા અંગે કહ્યું કે, જયંતને અંતિમ 11માં તક આપવાનો નિર્ણય ઘણે અંશે મને સાચો લાગે છે. મને લાગ્યું કે આ પિચ પર જયંતને તક આપવી જોઇએ, અમારી નીતિ સ્પષ્ટ હતી અને અમે હરીફ ટીમને 140ની અંદર રોકવા માંગતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે