IPL 2019: યુવરાજ, ગંભીર, મેક્સવેલ, ફિંચ, અને શમી આઇપીએલ ટીમોમાંથી થયા બહાર
આઇપીએલના ટ્રાંસફર વિન્ડો 15 નવેમ્બરે પૂર્ણ થવા જઇ રહી છે. આ સાથે જ 2019માં યોજાવનારી આઇપીએલની વ્યૂહરચાનાના મહત્વના પાસાઓ નક્કી કરી દેવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટથી છેલ્લા કેટલાક સમયથી દૂર રહેલા યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીરને હવે તેમની ટીમોએ આઇપીએલથી બહાર કરી દીધા છે. કિંગ્સ ઇલેવન પંજાબે આવતા મહિના થનારી પ્રિમિયર લીગની નીલામી પહેલા યુવરાજ સિંહ અને એરોન ફિંચને ટીમથી દૂર કરી દીધા છે. દિલ્હીએ પણ ગૌતમ ગંભીરને ટીમથી બહાર કર્યો છે. જેણે 2018માં ચાલુ આઇપીએલમાં ખરાબ ફોર્મને કારણે દૂર થવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ 2019માં થનારી સીઝનમાટે આઇપીલ ટીમોની મોટાભાગની તસવીર મોટા ભાગે સ્પષ્ટ થઇ જશે.
આઇપીએલ ટીમોમાં ટ્રાંસફર વિન્ડોમાં 15 નવેમ્બર સુધીએ નક્કી કરવાનું છે, કે ક્યાં ખેલડીઓને રિટેન કરવા અને ક્યા ખેલાડીઓને રીલીઝ એટલે બહાર કરવા. તમામ ટીમોએ તેની લિસ્ટ બોર્ડને સોપી દીધી છે. જેમાં પંજાબની ટીમ દ્વારા યુવરાજ સિંહને રિલિઝ કરી દેવામાં આવ્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબે તેને જાન્યુઆરીમાં નિલામીમાં બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. યુવરાજ ભારત માટે છેલ્લી વાર જૂન 2017માં રમ્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબએ ક્રિસ ગેલને પણ બે કરોડ રૂપિયાની બેસ પ્રાઇસ પર ખરીદ્યો હતો. તેને ટીમમાં રાખવામાં આવ્યો છે. પંજાબે એરોન ફિંચ અને અક્ષર પટેલને પણ રીલીઝ કરી લીધી છે.
જેસન રૌય, ડેનિયલ ક્રિસ્ટિયને પણ રીલીઝ કરાયા
દિલ્હીની ટીમે ગૌતમ ગંભીર અને જેસન રોય, જુનિયર ડાલા, લિયામ પ્લંકેટ, મોહમ્મદ શમી, સયાન ઘોષ, ડેનિયલ ક્રિસ્ટિયન, ગ્લેન મેક્લવેલ, ગુરકીરત સિંહ માન, અને નમન ઓઝાને ટીમમાંથી રીલીઝ કરી લીધા છે. તેમણે ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર, ઋષભ પંત, અમિત મિશ્રા, પૃથ્વી શોને ટીમમાં રાખ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સે 18 ખેલાડીઓને તેમની સાથે રાખ્યા છે. પરંતુ તેમની સાથે જેપી ડ્યુમીની, પૈટ કમિંસ, મુસ્તફિઝુર રહમાન સહિત 10 ખેલાડીઓને બહાર કરી દીધા છે.
વધુ વાંચો...સચિન અને લારા જેવો મહાન ખેલાડી છે વિરાટ કોહલીઃ સ્ટીવ વો
રાજસ્થાનમાં સ્ટીવ સ્મિથ રહ્યો પણ ઉનડકટ બહાર
રાજસ્થાન રોયલ્સે પણ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને બહારનો રસ્તો દેખાડ્યો છે. રોયલ્સએ ઉનડકટને 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સાથે જ રાજસ્થાન રોયલ્સે બેન સ્ટોક્સને ટીમ સાથે જોડી રાખ્યો છે. તેમણે ઇગ્લેન્ડના સ્ટોક્સને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રાજસ્થાને ઓસ્ટ્રેલીયાના બેસ્ટમેન સ્ટીવ સ્મિથને સાથે રાખ્યો છે. ઉનડકટ સિવાય, અનુરીત સિંહ, અંકિત શર્મા અને જતિન સક્સેનાને બહાર કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે