IPL 2020 Final: પોલાર્ડ બોલ્યોઃ વિશ્વકપ ફાઇનલ બાદ સૌથી મોટો મુકાબલો છે IPL ફાઇનલ
મુંબઈ ઈન્ડિયન્સના એક વીડિયોમાં પોલાર્ડે ફાઇનલ વિશે વાત કરતા તેને આઈસીસી વિશ્વ કપ બાદ સૌથી મોટી મેચ ગણાવી. પોલાર્ડે કહ્યુ, ફાઇનલમાં હોવ, આ રમતનું નામ દબાવ છે. દરેક દબાવ લે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આજે સાંજે પોતાના છઠ્ઠા ફાઇનલમાં રમવા ઉતરશે. ટીમની પાસે પાંચમી વખત આ ટાઇટલ જીતવાની તક હશે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ જીત મેળવવાની સાથે મુંબઈ 5 વખત આ ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની શકે છે. ટીમના અનુભવી ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડે ફાઇનલ મેચને વિશ્વકપ બાદ સૌથી મહત્વની ગણાવી છે.
મુંબઈ ઈન્ડિયન્સના એક વીડિયોમાં પોલાર્ડે ફાઇનલ વિશે વાત કરતા તેને આઈસીસી વિશ્વ કપ બાદ સૌથી મોટી મેચ ગણાવી. પોલાર્ડે કહ્યુ, ફાઇનલમાં હોવ, આ રમતનું નામ દબાવ છે. દરેક દબાવ લે છે. તમે જીતવા ઈચ્છો છો અને ભૂલ કરવા ઈચ્છતા નથી પરંતુ આ બધાને ભૂલીને અંતમાં તમારે ફાઇનલ મેચને કોઈ અન્ય મેચની જેમ લેવાની હોય છે. બસ ત્યાં જાવ, પોતાની મજા લો અને તે માહોલનો આનંદ ઉઠાવો.
IPLમાં આવું રહ્યું છે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈનું પ્રદર્શન, આ વખતે રોહિત કે શ્રેયસ કોણ મારશે બાજી
પોલાર્ડે જણાવ્યું કે, આઈપીએલની ફાઇનલ વિશ્વકપની ફાઇનલની જેમ મોટી છે. આ તેના માટે વિશ્વકપ ફાઇનલ બાદ સૌથી મહત્વની મેચ છે. તેણે કહ્યું, હા તે તો છે કે આ ફાઇનલમાં દર્શકો હશે નહીં પરંતુ તેની જે અસર છે તેની મજા માણવી છે. આ એક આઈપીએલ ફાઇનલ છે, વિશ્વકપ બાદ આ સૌથી મોટી જીત હોય છે.
મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ માહેલા જયવર્ધનેએ કહ્યુ, આ બસ ક્રિકેટનો વધુ એક મુકાબલો છે. અમે તેના વિશે વધુ વિચારી રહ્યાં નથી. જ્યાં સુધી પોતાના પ્લાન પ્રમાણે ચાલ્યે અને પોતાનું કામ સારી રીતે તરીએ તો આ બસ બોલ અને બેટ તથા રન અને વિકેટની રમત છે. તેથી અમે આ સ્પર્ધાનો આનંદ માણીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે