MS Dhoni એ Rohit Sharma ને કહ્યું લાલચી, પાંચ વખત જીત્યા પછી પણ નથી ભરાતું પેટ
ક્રિકેટ જગતના સૌથી શાનદાર કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આજકાલ ઇન્ડિયન પ્રીમિયર લિગની (IPL) 14 મી સિઝન માટે ચેન્નાઈમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. ધોની આઇપીએલ 2021 માં ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન બનશે
Trending Photos
નવી દિલ્હી: ક્રિકેટ જગતના સૌથી શાનદાર કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આજકાલ ઇન્ડિયન પ્રીમિયર લિગની (IPL) 14 મી સિઝન માટે ચેન્નાઈમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. ધોની આઇપીએલ 2021 માં ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન બનશે. પરંતુ આ સમયે એક નવા અવતારમાં ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોનીએ મુંડન કરાવ્યું છે. આ વીડિયોમાં ધોનીએ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) લઇને એક મોટું નિવેદન આપ્યું છે.
રોહિતને કહ્યું લાલચી
ધોનીએ (MS Dhoni) પોતાના વીડિયોમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) લાલચી કહ્યો છે. ધોની આ વીડિયોમાં રોહિત શર્માની એક સ્ટોરી કેટલાક બાળકોને કહી રહ્યો હતો. તેમાં ધોનીએ કહ્યું, આ હિટમેન રોહિતની સ્ટોરી છે. એક વખત સિંહના મોઢે લોહીનો ટેસ્ટ લાગી ગયો. પાંચ વખત જીત્યા બાદ પણ તેનું પેટ ભરાતું નથી. આઇપીએલનો નવો મંત્ર છે. જો લાલચથી જીતવાની ભૂખ વધે છે, તો લાલચ કૂલ છે.
ખુબ જ વાયરલ થઈ રહ્યો છે વીડિયો
ચેન્નાઈના કેપ્ટન એમએસ ધોનીનો (MS Dhoni) આ વીડિયો આઇપીએલના ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં માહીએ પોતાના વાળનું મુંડન કરાવ્યું છે. ઘોનીએ આ વીડિયો આઇપીએલની જાહેરાત માટે બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર ધોનીનો આ વીડિયો જોઈ લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
બે વર્ષ બાદ ભારતમાં યોજાશે આઇપીએલ
આઇપીએલ (IPL) બે વર્ષ બાદ ફરી એકવાર ભારતમાં રમાશે. છેલ્લી વખત 2019 માં ભારતમાં આઇપીએલ રમાઈ હતી. 2020 માં કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે આઇપીએલ યૂએઇમાં યોજાઈ હતી, પરંતુ આ વર્ષે ફરી એકવાર આ ટૂર્નામેન્ટ ભારતમાં યોજાશે. આ વર્ષ આઇપીએલ દેશની 6 જગ્યા પર આયોજિત કરવામાં આવશે. આઇપીએલ 2021 (IPL 2021) ની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે. આ મેચ 9 એપ્રિલના ચેન્નાઇમાં રમાશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ 30 મેના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે