CSK vs MI: આજે સૌથી વધુ વખત IPL જીતનાર 2 ટીમો વચ્ચે ટક્કર, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઈંગ-11
MI vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આજે બપોરે 3.30 વાગ્યે આમને-સામને થશે. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. અહીં બંને ટીમો વધારાના સ્પિનર સાથે ઉતરી શકે છે.
Trending Photos
MI vs CSK પોસિબલ પ્લેઇંગ 11: આજે (6 મે) IPLની બે સૌથી દિગ્ગજ ટીમો વચ્ચે મુકાબલો થશે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ચેપોકમાં ટકરાશે. IPLની અત્યાર સુધીની 15 સિઝનમાં આ બંને ટીમો 9 વખત ટ્રોફી જીતી ચૂકી છે. મુંબઈએ પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે જ્યારે ચેન્નાઈ 4 વખત જીત્યું છે.
જ્યારે આ બંને ટીમો બપોરે સામસામે આવશે ત્યારે પ્લેઈંગ-11 પર ખાસ ફોકસ રહેશે. ખરેખર, ચેપોકની પીચ પર સ્પિનરો હંમેશા અસરકારક રહે છે સાથે આ પીચ બેટ્સમેનને પણ મદદગાર સાબિત થઈ રહી છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે બંને ટીમો તેમના પ્લેઇંગ-11માં વધારાના સ્પિનરને તક આપશે કે પછી કોઈ ફેરફાર કર્યા વિના જ રહેશે.
આ પણ વાંચો:
વાવાઝોડાનું મોટું જોખમ!, 8મી મેના રોજ થશે આ મોટો ફેરફાર, જાણો શું થશે અસર
WHO ની સૌથી મોટી જાહેરાત, હવે કોરોના વાયરસ નથી ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી
મહેસાણાઃ 12 દિવસમાં ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી 60 લાખ લીધા, FIRમાં મોટા ખુલાસા
CSK ની પ્લેઈંગ-11 અને ઈમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી
CSKની પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ): ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), દીપક ચહર, મહિષ તીક્ષાના, મતિષા પથિરાના. (ઈમ્પેક્ટ પ્લેયર: તુષાર દેશપાંડે/અંબાતી રાયડુ)
CSKની પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), દીપક ચહર, મહિષ તિક્ષાના, મતિષા પાથિરાના, તુષાર દેશપાંડે. (ઈમ્પેક્ટ પ્લેયર: અંબાતી રાયડુ/તુષાર દેશપાંડે)
MI ની પ્લેઈંગ-11 અને ઈમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી
MIની પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ): રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, નડાલ વાધેરા, પીયૂષ ચાવલા, જોફ્રા આર્ચર, ઋત્વિક શોકીન, આકાશ માધવાલ. (ઈમ્પેક્ટ પ્લેયરઃ કુમાર કાર્તિકેય/સૂર્યકુમાર યાદવ)
MIની પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, તિલક વર્મા, ટિમ ડેવિડ, નડાલ વાધેરા, પીયૂષ ચાવલા, જોફ્રા આર્ચર, હૃતિક શોકીન, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય. (ઈમ્પેક્ટ પ્લેયર: સૂર્યકુમાર યાદવ/કુમાર કાર્તિકેય)
આ પણ વાંચો:
ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને કચડી નાંખ્યું, 37 બોલ પહેલાં જ જીતી લીધી મેચ
જયશંકરે SCO સમિટમાં PAKને દેખાડ્યો અરીસો, બિલાવલને કહ્યો આતંકવાદની ફેક્ટરીનો પ્રવકતા
રાશિફળ 06 મે: આ જાતકો પર આજે શનિદેવની કૃપાદ્રષ્ટિ રહેશે, ચારેકોરથી લાભ થવાના યોગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે