બેટ બનાવનાર કંપનીએ જણાવી 'માંકડિંગ'થી બચવાની ફની રીત, જુઓ વીડિયો

આઈપીએલ 2019નો ચોથો મુકાબલો જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમાયો, જ્યાં બીજી ઈનિંગની 13મી ઓવરમાં બોલર અને કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન આર અશ્વિને જોસ બટલરને ક્રીઝમાંથી બહાર જતા જોયો અને તેણે બોલ નોન સ્ટ્રાઇક એન્ડ પર સ્ટમ્પમાં મારી દીધો હતો. 

બેટ બનાવનાર કંપનીએ જણાવી 'માંકડિંગ'થી બચવાની ફની રીત, જુઓ વીડિયો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019ના એક મેચમાં આર અશ્વિને ચાલાકીથી નોન સ્ટ્રાઇક એન્ડ પર જોસ બટલરને રન આઉટ કરી દીધો હતો. આ પ્રકારે રન આઉટને ક્રિકેટના રૂલ બુકમાં માંકડિંગ (Mankading) નામ આપવામાં આવ્યું છે. અશ્વિને બટલરને આ પ્રકારે આઉટ કરવા પર ખુબ વિવાદ થયો પરંતુ નિયમ તે નિયમ, તેને બદલી શકાય નહીં. તેવામાં જોસ બટલરે મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. 

હકીકતમાં આઈપીએલ 2019નો ચોથો મુકાબલો જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમાયો, જ્યાં બીજી ઈનિંગની 13મી ઓવરમાં બોલર અને કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન આર અશ્વિને જોસ બટલરને ક્રીઝમાંથી બહાર જતા જોયો અને તેણે બોલ નોન સ્ટ્રાઇક એન્ડ પર સ્ટમ્પમાં મારી દીધો હતો. ફીલ્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયરને નિર્ણય લેવાનો અધિકાર આપ્યો હતો. થર્ડ અમ્પાયરે વીડિયો જોયો અને જોસ બટલર ક્રીઝથી બહાર હતો અને તેવામાં તેને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. 

ક્રિકેટના નિયમ ભલે ગમે તે કહે પરંતુ ઈંગ્લેન્ડની એક બેટ બનાવનારી કંપની ગ્રે નિકોલસે માંકડિંગથી બચવાની એક રમૂજી સલાહ ક્રિકેટ ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમિઓને આપી દીધી છે. હકીકતમાં ગ્રે નિકોલસે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર  TikTokનો એક ફની વીડિયો શેર કર્યો છે. જેમાં નોન સ્ટ્રાઇકર બેટ્સમેન વચ્ચે પિચ પર આવી જાય છે અને એક લાંબી લાકડીથી બંન્ને છેડાને માપતો રહે છે. તો તેનો સાથે બેટ્સમેન જે બોલ રમે છે તે સતત દોડતો રહે છે.. તમે પણ જુઓ આ રમૂજી વીડિયો... 

— Gray-Nicolls 🏏 (@graynics) April 7, 2019

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news