SA vs IND: કેપ્ટન ડીન એલ્ગરે એક છેડો સંભાળ્યો, આફ્રિકાને જીત માટે 122 રન તો ભારતને 8 વિકેટની જરૂર
IND vs SA 2nd Test Day 3: દક્ષિણ આફ્રિકાએ 240 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે બે વિકેટે 118 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકાને હવે જીત માટે 122 રનની જરૂર છે.
Trending Photos
જોહનિસબર્ગઃ Ind vs Sa 2nd Test: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝનો બીજો મુકાબલો જોહનિસબર્ગના વાન્ડર્સ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં આજે એટલે કે બુધવારે ભારતે પોતાની બીજી ઈનિંગ 85/2થી આગળ વધારી હતી અને ટીમ 266 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે રહાણે અને પુજારાએ અડધી સદી ફટકારી હતી. ભારતે સાઉત આફ્રિકાને જીતવા માટે 240 રનનો લક્ષ્ય આપ્યો હતો. ત્રીજા દિવસના અંતે આફ્રિકાએ 2 વિકેટના નુકસાને 118 રન બનાવી લીધા છે. ડેર ડુસેન 11 જ્યારે એલ્ગર 46 રન બનાવીને ક્રિઝ પર છે. આફ્રિકાને જીત માટે 122 રનની જરૂર છે તો ભારતને 8 વિકેટની જરૂર છે.
સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગ
એડન મારક્રમ અને ડીન એલ્ગરને આફ્રિકાને મજબૂત શરૂઆત અપાવી હતી. ટી બ્રેક સુધી બંનેએ 7 ઓવરમાં 34 રન જોડ્યા હતા. ટી-બ્રેક બાદ પ્રથમ ઈનિંગમાં સાત વિકેટ ઝડપનાર શાર્દુલ ઠાકુરે મારક્રમને 31 રન પર lbw આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યાર બાદ અશ્વિને કીગન પીટરસનને 28 રને આઉટ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.
ભારતની બીજી ઈનિંગ, પુજારા-રહાણેની અડધી સદી
બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતે બે વિકેટ ગુમાવી 85 રન બનાવ્યા હતા. તો ત્રીજા દિવસની શરૂઆત પણ ભારતની સારી રહી હતી. પુજારાએ માત્ર 62 બોલમાં 10 ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તો રહાણેએ 67 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રહાણેએ સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. લાંબા સમય બાદ બંને વચ્ચે સદીની ભાગીદારી જોવા મળી હતી.
ભારતને દિવસનો પ્રથમ અને બીજી ઈનિંગનો ત્રીજો ઝટકો રહાણેના રૂપમાં લાગ્યો હતો. તે 78 બોલમાં 58 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ પુજારા પણ 53 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. રિષભ પંત શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અશ્વિન આઉટ થયો હતો.
શાર્દુલ ઠાકુરે કેટલાક આકર્ષક શોટ્સ ફટકારતા 24 બોલ પર 28 રન બનાવ્યા હતા. શાર્દુલ પાંચ ફોર અને એક સિક્સ ફટકારી માર્કો જેનસનની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહ અને સિરાજ આઉટ થવાની સાથે ભારતની ઈનિંગ સમાપ્ત થઈ હતી. હનુમા વિહારીએ 84 બોલનો સામનો કરતા અણનમ 40 રન બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે