IPL માટે કિંગ્સ XI પંજાબની ટીમ પહોંચી દુબઈ, ખેલાડીઓએ પોસ્ટ કરી તસવીરો


19 સપ્ટેમ્બરથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે. આ વખતે લીગ બાયો સિક્યોર બબલમાં રમાશે, જ્યાં ખાલી સ્ટેડિયમોમાં ખેલાડીઓએ પોતાની બધી મેચ રમવી પડશે.
 

IPL માટે કિંગ્સ  XI પંજાબની ટીમ પહોંચી દુબઈ, ખેલાડીઓએ પોસ્ટ કરી તસવીરો

નવી દિલ્હીઃ આઈપીએલ 2020 માટે કિંગ્સ XI પંજાબ (KXIP)ની ટીમ ગુરૂવારે દુબઈ રવાના થઈ ગઈ છે. ટીમના સીનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત ઘણા ખેલાડીઓએ આ વિમાન યાત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આઈપીએલની આ સિઝન માટે કિંગ્સ ઇલેવન પંજાબ સૌથી પહેલા યૂએઈ પહોંચી છે. હવે એક-એક કરીને બાકી ટીમો પણ ત્યાંની કુચ કરશે. 

19 સપ્ટેમ્બરથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે. આ વખતે લીગ બાયો સિક્યોર બબલમાં રમાશે, જ્યાં ખાલી સ્ટેડિયમોમાં ખેલાડીઓએ પોતાની બધી મેચ રમવી પડશે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ અહીં વિસ્તારા એરલાઇનથી પહોંચી છે. કિંગ્સની ટીમે નવી દિલ્હીથી દુબઈ માટે ઉડાન લીધી છે. ટીમના ફાસ્ટ બોલર શમીએ ટીમની સાથે આ યાત્રાની કેટલીક તસવીરો પોસ્ટ કરી. બધા ખેલાડીઓએ મોઢા પર માસ્ક પહેર્યા છે. 

A post shared by Mohammad Shami , محمد الشامي (@mdshami.11) on

શમીએ આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યુ, 'અપને મુંડે દુબઈ માટે ઉડાન ભરતે હુએ.'

A post shared by Kings XI Punjab (@kxipofficial) on

શમી સિવાય કિંગ્સ ઇલેવન પંજાબે પણ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ટીમના યુવા ખેલાડી હરપ્રીત બરાર અને અર્શદીપ સિંહ ઉડાન ભરતા પહેલા મસ્તી કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news