બેડમિન્ટનઃ મલેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં હાર્યો પ્રણોય

ભારતના એચએસ પ્રણોયને અહીં ચાલી રહેલા મલેશિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. થાઈલેન્ડના શિથીકોમ થામસિને પુરૂષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ત્રણ ગેમ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં પ્રણોયને 12-21, 21-16, 21-14થી પરાજય આપ્યો હતો.
 

બેડમિન્ટનઃ મલેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં હાર્યો પ્રણોય

કુઆલાલમ્પુરઃ ભારતના એચએસ પ્રણોયને અહીં ચાલી રહેલા મલેશિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. થાઈલેન્ડના શિથીકોમ થામસિને પુરૂષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ત્રણ ગેમ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં પ્રણોયને 12-21, 21-16, 21-14થી પરાજય આપ્યો હતો. વર્લ્ડ નંબર 34 થાઈ ખેલાડીએ 56 મિનિટમાં આ મુકાબલો પોતાના નામે કર્યો હતો. 

થામસિને આ જીતની સાથે વર્લ્ડ નંબર 21 પ્રણોય વિરુદ્ધ પોતાના કરિયરનો રેકોર્ડ 2-1નો કરી દીધો છે. થાઇ ખેલાડીએ આ સિવાય 2014માં સિંગાપુર ઓપનમાં પ્રણોયને મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈપણ ભારતીય સિંગલ અને ડબલ્સમાં અહીં ટાઇટલ જીતી શક્યા નથી. તેવામાં હવે તે જોવાનું રહેશે કે, આ વખતે ભારતીય ખેલાડી કેવું પ્રદર્શન કરે છે. 

પ્રણોયથી પહેલા ગઈકાલે સમીર વર્માનો ચીનના શિ યુકીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. યુકીએ ત્રણ ગેમ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં સમીરને 22-20, 21-23, 21-12થી પરાજય આપ્યો હતો. ટૂર્નામેન્ટના બીજા દિવસે બુધવારે આજે પીવી સિંધુ, સાયના નેહવાલ અને કિદાંબી શ્રીકાંત પોતાના વર્ગના મુકાબલામાં પડકાર રજૂ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news