Mumbai Indians: હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપથી ખુશ નથી સીનિયર ખેલાડીઓ? ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ MIમાં ઉથલપાથલ
Hardik Pandya: મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ-2024માંથી બહાર થઈ ગઈ છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમે નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. હવે તેવો રિપોર્ટ્સ સામે આવ્યો છે કે ટીમના સીનિયર ખેલાડીઓએ હાર્દિકની કેપ્ટનશિપ સ્ટાઈલને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
Trending Photos
મુંબઈઃ Mumbai Indians IPL 2024: હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2024 રમી રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આ સીઝનની 57મી મેચ પેટ કમિન્સની ટીમે જીત્યો તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટૂર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઈ છે. ટીમનું પ્રદર્શન આ સીઝનમાં ખુબ ખરાબ રહ્યું છે. મુંબઈએ 12 મેચમાંથી માત્ર 4 મેચ જીતી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપને લઈને પણ સવાલ ઉભા થયા છે. હવે એવો રિપોર્ટ્સ સામે આવ્યો છે કે હાર્દિકની કેપ્ટનશિપની શૈલીથી ટીમના સીનિયર ખેલાડીઓ ખુશ નથી. તેણે ચિંતા પણ વ્યક્ત કરી છે.
શું ચાલી રહ્યું છે ટીમમાં?
સનરાઇઝર્સ હૈદરાબાદે બુધવારે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવી પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધી હતી. રિપોર્ટ્સ પ્રમાણે ટીમના કેટલાક સીનિયર ખેલાડીએ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની શૈલીને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે, જેનાથી ટૂર્નામેન્ટ દરમિયાન ટીમના પ્રદર્શન પર પણ અસર કરી છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ જેવા સીનિયર ખેલાડીઓએ હાર બાદ એક બેઠક કરી જેમાં ખેલાડીઓએ વ્યક્ત કર્યું કે શું સમસ્યાઓ છે અને સમસ્યાઓ જાણવા માટે વ્યક્તિગત બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું.
અધિકારીએ આપ્યું નિવેદન
નોંધનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી રોહિત શર્માના નેતૃત્વમાં આઈપીએલ રમી રહી હતી અને એક નવો કેપ્ટન ડ્રેસિંગ રૂમમાં આવતા વિવાદની શક્યતા હતા. મુંબઈ ઈન્ડિયન્સના એક અધિકારીએ આ સીઝનમાં ટીમના સંઘર્ષ માટે મોટા ફેરફારને જવાબદાર ઠેરવ્યા છે. અધિકારીએ કહ્યું- આ તે ટીમ માટે નિયમિત સમસ્યાઓ છે, જે લીડરશિપમાં ફેરફાર બાદ જોવા મળે છે. સ્પોર્ટ્સમાં આ દરેક સમયે થાય છે.
હાર્દિકનું પ્રદર્શન પણ સાધારણ
હાર્દિક પંડ્યા આ સીઝનમાં કેપ્ટનશિપ સિવાય પોતાની બેટિંગને લઈને પણ ચર્ચામાં રહ્યો છે. તેણે 12 મેચમાં માત્ર 198 રન બનાવ્યા છે. તે પોતાની ક્ષમતા પ્રમાણે રમવામાં નિષ્ફળ રહ્યો છે. આ સીઝનમાં હાર્દિકે એક અડધી સદી પણ ફટકારી નથી. એટલું જ નહીં બોલિંગમાં પણ તે 11 મેચમાં માત્ર 8 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે હજુ ટૂર્નામેન્ટમાં બે મેચ રમવાની છે. 11 મેએ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને 17 મેએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેની ટક્કર થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે