Neeraj Chopra: મોટો ઝટકો!, નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી થયા બહાર, ખાસ જાણો કારણ
Commonwealth Games 2022: બર્મિંઘમમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ થાય તે પહેલા જ ભારતને મોટો ઝટકો મળ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા જેવલિન થ્રોઅર નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે.
Trending Photos
Neeraj Chopra: બર્મિંઘમમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ થાય તે પહેલા જ ભારતને મોટો ઝટકો મળ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા જેવલિન થ્રોઅર નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે. તાજેતરમાં વર્લ્ડ એથલેટિક્સમાં સિલ્વર મેડલ જીતનારા નીરજ ચોપડા સ્પર્ધા દરમિયાન ઈજાગ્રસ્ત થતા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થયા છે.
ભારત હંમેશા કોમનવેલ્થ ગેમ્સમાં સારું પ્રદર્શન કરે છે અને ટોપ 3માં પોતાની જગ્યા બનાવે છે. આ વખતે બધાને આશા હતી કે નીરજ ચોપડાના કારણે જેવલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ પાક્કો મળી શકે છે. પરંતુ હવે ઈજાગ્રસ્ત નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવાના નથી. IOA ના જનરલ સેક્રેટરી રાજીવ મહેતાએ એએનઆઈ ન્યૂઝ એજન્સી સાથે કરેલી વાતચીત દરમિયાન કન્ફર્મ કર્યું કે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ઘાયલ થયેલા નીરજ ચોપડા ઈજામાંથી ફીટ થઈ શક્યા નથી અને આથી તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહીં લે.
Neeraj Chopra will not take part in #CommonwealthGames2022. He is not fit as he got injured in the finals of World Athletic Championship. He informed us about this: Rajeev Mehta, Secretary General, IOA to ANI
(File photo) pic.twitter.com/5QgbMaZHuw
— ANI (@ANI) July 26, 2022
અત્રે જણાવવાનું કે વર્લ્ડ એથલેટિક્સ ઈવેન્ટ બાદ નીરજ ચોપડાનું MRI સ્કેન થયું હતું. જેમાં ગ્રોઈન ઈન્જરી વિશે જાણકારી મળી છે. આવામાં નીરજ ચોપડાને લગભગ એક મહિનો આરામ કરવાની સલાહ અપાઈ છે. આ જ કારણ છે કે તેઓ કોમનવેલ્થ ગેમ્સ 2022થી બહાર થયા છે. કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપડાની મેચ 5મી ઓગસ્ટે થવાની હતી. તે દિવસે જેવલિન થ્રો ઈવેન્ટ છે. હવે આ ફિલ્ડમાં ભારતની આશા ડીપી મનુ અને રોહિત યાદવથી છે. જેવલિન થ્રોમાં હવે આ બંને જ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે