NZ vs IND: પ્રથમ વનડેમાં બની શકે છે આ 5 રેકોર્ડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની વનડે શ્રેણીનો પ્રારંભ બુધવારથી થશે. પ્રથમ મેચ 23 જાન્યુઆરીએ નેપિયરમાં રમાશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની સિરીઝની પ્રથમ વનડે મેચ 23 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડના નેપિયરમાં રમાશે. આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ આ મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પરંતી ભારતીય ટીમનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડમાં ખરાબ રહ્યો છે. પરંતુ જે રીતે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચ્યો, કંઇક તે રીતે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં કરવા ઈચ્છશે.
પ્રથમ વનડે મેચમાં ઘણા રેકોર્ડ દાવ પર લાગેલા છે. ન્યૂઝીલેન્ડ અને ભારતીય ટીમના કેટલાક ખેલાડી પ્રથમ વનડે મેચ પહેલા ઈતિહાસ રચવાની નજીક છે અને તે ઈચ્છશે કે પ્રથમ મેચમાં જ ઈતિહાસ રચી દેવામાં આવે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે...
1. મોહમ્મજ શમી
ભારતીય ટીમના ફાસ્ટ બોલર શમી જો પ્રથમ વનડે મેચમાં એક વિકેટ ઝડપી લે તો તે ભારત તરફથી સૌથી ઝડપી 100 વનડે વિકેટ લેનારો બોલર બની જશે. અત્યાર સુધી આ રેકોર્ડ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઇરફાન પઠાણના નામે છે. શમીએ 55 વનડેમાં 99 વિકેટ ઝડપી છે જ્યારે પઠાણે પોતાના 100 વિકેટ 59 મેચોમાં પૂરી કરી હતી.
2. રોહિત શર્મા
ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન આગામી મેચમાં ઇતિહાસ રચી શકે છે. ભારતીય ટીમના સિક્સર કિંગ એટલે કે રોહિત શર્મા પ્રથમ વનડેમાં 10 સિક્સ ફટકારી દે તો તે ભારત તરફથી વનડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બની જશે. હાલમાં રોહિત ધોની (221) બાદ યાદીમાં બીજા સ્થાન પર છે.
3. રોસ ટેલર
રોસ ટેલર જો પ્રથમ વનડે મેચમાં 90 રન બનાવે તો તે વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં હાશિમ અમલાને પાછળ છોડી દેશે. ટેલર સિરીઝમાં 323 રન બનાવે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે.
4. વિરાટ કોહલી
કોહલીને બ્રાયન લારાના વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડવા માટે માત્ર 26 રનની જરૂર છે. જો કોહલી પ્રથમ વનડે મેચમાં 26 રન ફટકારી દે તો સૌથી વધુ રન બનાવવા મામલે તે લારાને પછાડીને દસમાં ક્રમે આવી જશે. કોહલીએ અત્યાર સુધી 10385 રન બનાવ્યા છે જ્યારે લારાના નામે 10405 રન છે.
5. એમ એસ ધોની
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ધોનીની પાસે ઈતિહાસ રચવાની તક છે. છેલ્લા ત્રણ મેચોમાં ધોનીએ સતત ત્રણ અડધી સદી ફટકારી છે. જો ધોની પ્રથમ વનડેમાં અડધી સદી ફટકારે તો તે વનડે ક્રિકેટમાં સતત 4 અડધી સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ જશે. આ સિવાય ધોની પ્રથમ વનડે મેચમાં 20 રન બનાવે તો તે વનડેમાં રન બનાવવા મામલે કોહલીને પછાડીને 11મા સ્થાને પહોંચી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે