PAK vs ENG: પાકના બોલરો પર તૂટી પડ્યા ઈંગ્લેન્ડના બેટર, ટેસ્ટમાં પ્રથમ દિવસે તોડી નાખ્યો 112 વર્ષ જૂનો મહારેકોર્ડ
PAK vs ENG 1st Test: ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ મેચની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. ટીમે પ્રથમ દિવસે 500થી વધુનો સ્કોર બનાવી લીધો છે.
Trending Photos
રાવલપિંડીઃ એક દિવસ પહેલા અજાણ્યા વાયરસથી બીમાર થનાર ઈંગ્લિશ બેટરોએ પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે પાકિસ્તાની બોલરોને કચડી નાખ્યા. ખરાબ લાઇટને કારણે જ્યારે દિવસની રમત પૂરી થઈ તો ઈંગ્લેન્ડે 75 ઓવરમાં 6.75 રનરેટથી 4 વિકેટ પર 506 રન બનાવ્યા હતા. આ કોઈપણ ટેસ્ટ મેચના પ્રથમ દિવસનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાં કોઈ ટીમ 500 રનનો આંકડો પાર કરી શકી નથી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 9 ડિસેમ્બર 1910ના સિડનીમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 6 વિકેટ ગુમાવી 494 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડના નામે વર્લ્ડ રેકોર્ડ, વનડેની જેમ ટેસ્ટમાં બેટિંગ
મેચમાં જેક ક્રાઉલીએ 111 બોલમાં 21 ચોગ્ગાની મદદથી 122 રન બનાવ્યા, જ્યારે તેણે ઓપનર તરીકે ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ બનાવી દીધો. ત્યારબાદ બેન ડકેતે 110 બોલમાં 107 રન, ઓલી પોપે 104 બોલમાં 108 રન અને પછી હેરી બ્રૂક્સે 81 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારતા અણનમ 101 રન બનાવ્યા. આ સિવાય કેપ્ટન બેન સ્ટોક્સ 15 બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સની મદદથી 34 રન બનાવી અણનમ રહ્યો હતો. એટલું જ નહીં બ્રૂક્સે એક ઓવરમાં સતત છ ચોગ્ગા ફટકાર્યા હતા. આ બંને બેટર બીજા દિવસની રમત શરૂ કરશે. જો ખરાબ લાઇટને કારણે રમત બંધ ન થઈ હોત તો ઈંગ્લેન્ડની ટીમ 600 રનનો આંકડો પાર કરી શકતી હતી.
5મી વખત ટેસ્ટમાં એક દિવસમાં બન્યા 500થી વધુ રન
ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ 25 જુલાઈ 1936ના 6 વિકેટ પર 588 રન (મેચના બીજા દિવસે) બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચના કોઈપણ દિવસમાં બનનાર હજુ પણ સૌથી મોટો સ્કોર છે. ટેસ્ટ મેચમાં અત્યાર સુધી માત્ર પાંચમી વખત એવું થયું છે જ્યારે કોઈ ટીમે એક દિવસમાં 500 કે તેનાથી વધુનો સ્કોર બનાવ્યો છે.
જેક ક્રાઉલી અને બેન ડકેટે કર્યો તોફાની પ્રારંભ
ઓપનિંગ બેટર જેક ક્રાઉલી અને બેન ડકેટે સદી ફટકારતા પહેલા પ્રથમ વિકેટ માટે 233 રનની ભાગીદારી કરતા ઈંગ્લેન્ડને મજબૂત શરૂઆત અપાવી હતી. મેચના એક દિવસ પહેલાં ઈંગ્લેન્ડના પાંચથી છ ખેલાડી વાયરલ સંક્રમણના શિકાર થઈ ગયા હતા. પરંતુ ગુરૂવારે મેચના સમયના બે કલાક પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જણાવ્યું કે તેના 11 ખેલાડી મેચ રમવા માટે તૈયાર છે.
ક્રાઉલી પરંતુ તે ખેલાડીઓમાં સામેલ નહોતો જે વાયરલ બીમારીથી સંક્રમિત થયો નહોતો. જ્યારે તે 99 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે નસીમ શાહના બોલ પર અમ્પાયરે તેને એલબી આઉટ આપ્યો હતો. પરંતુ તેણે રિવ્યૂ લેતા નિર્ણય તેના પક્ષમાં આવ્યો હતો. તેણે 111 બોલ પર 21 ચોગ્ગાની મદદથી 122 રન ફટકાર્યા હતા. છ વર્ષ બાદ પ્રથમવાર ટેસ્ટ મેચ રમી રહેલા ડકેટે 110 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 107 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં આ તેની પ્રથમ સદી છે.
પાકિસ્તાને બીજા સત્રમાં ત્રણ વિકેટ લઈને વાપસી કરી, પરંતુ ક્રાઉલી અને ડકેટે ટેસ્ટ ક્રિકેટમાં કોચ બ્રેન્ડન મેકુલમનું આક્રમક વલણ જારી રાખતા ઓછા બોલમાં 233 રનની ભાગીદારી કરી હતી. લેગ સ્પિનર જાહિદ મહમૂદ (160 રન પર બે વિકેટ) અને હારિસ રઉફ (78 રન એક વિકેટ) એ સતત બોલો પર ઓપનિંગ બેટરોને આઉટ કર્યા હતા. પૂર્વ કેપ્ટન જો રૂટ 23 રન બનાવી આઉટ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે