World Cup 2023: ભારતમાં નહીં પરંતુ બાંગ્લાદેશમાં વિશ્વકપની મેચ રમી શકે છે પાકિસ્તાન, ICC બનાવી રહ્યું છે પ્લાન
ICC WC 2023: આગામી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આઈસીસી વનડે વિશ્વકપનું આયોજન ભારતમાં થવાનું છે. પાકિસ્તાનની ટીમ ભારતમાં રમવા આવશે કે નહીં તેની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ICC ODI World Cup 2023, Pakitan Team: ભારતમાં આ વર્ષે વનડે વિશ્વકપનું આયોજન થવાનું છે. તે પહેલાં એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હકીકતમાં આ વિશ્વકપમાં પાકિસ્તાનની દરેક મેચનું આયોજન બાંગ્લાદેશમાં થઈ શકે છે. આઈસીસી હાલ હાઇબ્રિડ વર્લ્ડ કપની યોજના પર ચર્ચા કરી રહ્યું છે.
ICC ની બેઠકમાં થઈ ચર્ચા
પાકિસ્તાનની ટીમ વિશ્વકપ 2023માં પોતાના મુકાબલા ભારતની જગ્યાએ બાંગ્લાદેશમાં રમી શકે છે. હકીકતમાં આઈસીસીની બેઠકમાં આ વાતની ચર્ચા થઈ છે, તો તેના પર બધાની સહમતિ હોવાનું પણ સામે આવી રહ્યું છે. પરંતુ ભારત સરકારે આઈસીસીને કહ્યું છે કે તે ભારતમાં આયોજીત વનડે વિશ્વકપ માટે પાકિસ્તાન ક્રિકેટરોને વીઝા આપશે.
પાકિસ્તાન ભારતને આપવા ઈચ્છે છે જવાબ
નોંધનીય છે કે પાકિસ્તાન ભારતમાં વનડે વિશ્વકપ 2023ના મુકાબલા ન રમીને ભારતને જવાબ આપવા ઈચ્છે છે. આ વર્ષે પાકિસ્તાનમાં એશિયા કપનું આયોજન પણ થવાનું છે. એશિયા કપની દરેક મેચ પાકિસ્તાનમાં રમાશે. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કરી દીધુ છે કે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં.
ભારતની જાહેરાત બાદ ઈએસપીએનના એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલો એશિયા કપ 2023નો વિવાદ હવે લગભગ ઉકેલ તરફ છે. આ પહેલાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની યોજાયેલી બેઠકમાં તે સ્પષ્ટ થઈ ગયું હતું કે એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળશે, આ દરમિયાન તે પણ કહી દેવામાં આવ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે નહીં. તે પોતાની મેચ અન્ય કોઈ સ્થળે રમશે. હવે આઈસીસીની બેઠકમાં પાકિસ્તાને પણ વિશ્વકપમાં પોતાની મેચ રમવા માટે આ પ્રકારની યોજના બનાવી છે. પાક ટીમને ભારતની યજમાની સામે સમસ્યા નથી પરંતુ તે પોતાના મુકાબલા ભારતની જગ્યાએ બાંગ્લાદેશમાં રમવા ઈચ્છે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે