સંયોગ કરી રહ્યો છે ઈશારો, આ વખતે પણ IPL 2022 ફાઇનલમાં જરૂર પહોંચશે આરસીબી, જાણો કેમ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલમાં 11 વખત ગ્રીન જર્સી પહેરીને મેચ રમી છે, જેમાં તેને ત્રણ વખત જીત મળી છે. તેણે ગ્રીન જર્સીમાં 2011, 2016 અને 2022માં જીત મેળવી છે. તો 2011 અને 2016ની સીઝનમાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી.
Trending Photos
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ના 54મા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદને 67 રને પરાજય આપી શાનદાર જીત મેળવી હતી. બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટ પર 192 રન ફટકાર્યા અને હૈદરાબાદની ટીમને 125 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ મેચમાં બેંગલોરની ટીમ ગ્રીન જર્સીમાં મેદાનમાં ઉતરી હતી. આઈપીએલના ઈતિહાસમાં બેંગલોરને ગ્રીન જર્સી પહેર્યા બાદ ત્રીજી વખત જીત મળી છે. અહીં અમે તમને તે જણાવી રહ્યાં છીએ કે ટૂર્નામેન્ટમાં ગ્રીન જર્સી પહેરી મેચ રમ્યા બાદ બેંગલોરની ટીમનું પ્રદર્શન કેવું રહ્યું છે.
ગ્રીન જર્સીમાં આરસીબીનું પ્રદર્શન
આઈપીએલમાં અત્યાર સુધી ગ્રીન જર્સી પહેરીને મેદાનમાં ઉતરેલી આરસીબીને ત્રણ વખત જીત મળી છે. ટીમે છેલ્લે છ વર્ષ પહેલાં એટલે કે 2016માં ગ્રીન જર્સી પહેરી આઈપીએલમાં જીત મેળવી હતી. આરસીબીની ટીમ આઈપીએલમાં અત્યાર સુધી 11 વખત ગ્રીન જર્સી પહેરી મેદાનમાં ઉતરી છે. જેમાં તેને 2011, 2016 અને હવે 2022માં જીત મળી છે. આ ત્રણેય જીતમાં એક સમાનતા છે કે જ્યારે આરસીબીએ ગ્રીન જર્સી પહેરીને જીત મેળવી છે તે સીઝનમાં ટીમ જરૂર ફાઇનલમાં પહોંચી છે. હવે તે જોવાનું રહેશે કે ફાફની આ ટીમ ફાઇનલમાં પહોંચશે કે નહીં? ઈતિહાસ તો તે તરફ ઈશારો કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ Indian Team: 36 વર્ષના આ ફિનિશરને ટીમ ઈન્ડિયામાં લેવાની ઉઠી માંગ, બની શકે છે રોહિત શર્માનું મોટુ હથિયાર
2011 અને 2016માં ફાઇનલમાં પહોંચી હતી આરસીબી
તો રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સાથે તે પણ સંયોગ છે કે 2011 અને 2016માં તેને ગ્રીન જર્સીમાં જીત તો મળી પરંતુ ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 2011ની ફાઇનલમાં આરસીબીને ચેન્નઈએ 58 રનથી તો 2016ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 8 રને પરાજય આપ્યો હતો.
આઈપીએલમાં ગ્રીન જર્સીમાં આરસીબીનું પ્રદર્શન
2011 - વિજય (ફાઇનલ)
2012 - હાર
2013 - હાર
2014 - હાર
2015 - કોઈ પરિણામ નથી
2016- વિન (ફાઇનલિસ્ટ)
2017 - હાર
2018 - હાર
2019 - હાર
2020 - હાર
2022 - વિજય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે