Tallest Dog in the World: અરે આ ઘોડો નથી! આ તો છે દુનિયાનો સૌથી ઉંચો કુતરો
આ ફોટાને જોઇને કદાચ તમે દગો ખાઇ જશો કે આ મહિલા કોઇ ઘોડા સાથે ઉભી છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ મહિલા ઘોડા સાથે નહી પરંતુ પોતાના પાલતૂ કુતરા સાથે છે. ડોગ લવર્સ કદાચ એક નજરમાં જ આ કુતરાની નસલને ઓળખી જશે. આ જીઉસ છે, કદાચ ગ્રીક દેવાતઓના રાજાના નામ પર તેને નામ આપવામાં આવ્યું છે.
Trending Photos
Tallest Dog in the World: આ ફોટાને જોઇને કદાચ તમે દગો ખાઇ જશો કે આ મહિલા કોઇ ઘોડા સાથે ઉભી છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ મહિલા ઘોડા સાથે નહી પરંતુ પોતાના પાલતૂ કુતરા સાથે છે. ડોગ લવર્સ કદાચ એક નજરમાં જ આ કુતરાની નસલને ઓળખી જશે. આ જીઉસ છે, કદાચ ગ્રીક દેવાતઓના રાજાના નામ પર તેને નામ આપવામાં આવ્યું છે. કારણ કે હકિકતમાં જીઉસની માફક, આ કુતરો ઓફિશિયલ રીતે દુનિયાનો સૌથી ઉંચા કુતરાનો રેકોર્ડ બનાવ્યો છે. જીઉસના નામ પર ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
જીઉસનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. જીઉસ એક ગ્રેટડેન પ્રજાતિનો કુતરો છે. કુતારાની નસલ પોતાના વિશાળ આકાર માટે જાણિતી છે. બ્રિટની ડેવિસે પોતાના બાળપણથી ગ્રેટડેનને પાળવાનું સપનું જોયું હતું. તેમનું સપનું ત્યારે સાચું પડ્યું જ્યારે તેમના ભાઇએ તેને જીઉસ ગિફ્ટમાં આવ્યું. બ્રિટની અને તેમનો પરિવાર ટેક્સાસમાં રહે છે.
અમારી સહયોગી વેબસાઇટ WION ના અનુસાર બ્રિટનીનું કહેવું છે કે તેને અને તેના પરિવારને લાગતું ન હતું કે જીઉસ દુનિયાનો સૌથી લાંબો કુતરો હતો. એક પારિવારીક કાર્યક્રમમાં જ્યારે તે સામેલ થયા ત્યારે કોઇએ તેના વિશે વાત કરી. ત્યારબાદ જ્યારે જીઉસને માપવામાં આવ્યો, તો તે ખરેખર આખી દુનિયામાં સૌથી લાંબો જીવત નર કુતરો હતો.
જે લોકો પાલતૂ જાનવરના રૂપમાં ગ્રેટડેનને રાખવા માંગે છે, તેના માટે જીઉસના માલિકે કેટલીક ટિપ્સ આપે છે. બ્રિટની કહે છે કે તમે સારી જમવાની વ્યવસ્થા કરવા માટે તૈયાર રહો, ગ્રેટડેન મોટા છે. પેટ ભરીન દિલ ખાય છે અને પછી દિલથી પ્રેમ કરે છે. જીઉસ 1 મીટરથી વધુ લાંબો છે. પરંતુ બ્રિટનીનું કહેવું છે કે આ તમામ કુતારા સાથે મળીને ખુશ હોય છે, ઘણા નાના કુતરા તેના મિત્રો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે