IND vs NZ: કેમ પુણે ટેસ્ટમાં હારી ટીમ ઈન્ડિયા? કેપ્ટન રોહિત શર્માએ ગણાવ્યા એક-એક કારણ, તમે પણ જાણો

ભારતનો પુણે ટેસ્ટ મેચમાં હારની સાથે ઘરઆંગણે સતત 18મી સિરીઝ જીતવાનો સિલસિલો ખતમ થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડે આ જીત સાથે ભારતમાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝ કબજે કરી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ હારના કારણોની ચર્ચા કરી છે. 

IND vs NZ: કેમ પુણે ટેસ્ટમાં હારી ટીમ ઈન્ડિયા? કેપ્ટન રોહિત શર્માએ ગણાવ્યા એક-એક કારણ, તમે પણ જાણો

Rohit Sharma Statement: બેંગલુરૂમાં મળેલી શરમજનક હારના સિલસિલાને આગળ વધારતા ભારતીય ટીમે પુણે ટેસ્ટ મેચ પણ ગુમાવી દીધી છે. આ સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની સિરીઝ પર 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. કીવી ટીમે પ્રથમવાર ભારતને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં પરાજય આપ્યો છે. પુણે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની બેટિંગ ખરાબ રહી, જેના કારણે 113 રને હારનો સામનો કરવો પડ્યો છે. આ હારથી રોહિત શર્મા નાખુશ જોવા મળ્યો અને તેણે એક મોટું નિવેદન આપ્યું છે. રોહિતે મેચ બાદ હારના કારણોનો પણ ઉલ્લેખ કર્યો છે. 

હાર બાદ શું બોલ્યો રોહિત શર્મા?
રોહિત શર્માએ પોતાની વાત નિરાશાજનક શબ્દ સાથે શરૂ કરી. તેણે આ હારને નિરાશાજનક ગણાવી. તેણે કહ્યું- આ અમારી આશા પ્રમાણે નથી. ન્યૂઝીલેન્ડને શ્રેય આપવો પડશે. અમે તે પડકારનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યાં, જેના કારણે આજે અમે અહીં છીએ. મને નથી લાગતું કે અમે રન બનાવવા માટે સારી બેટિંગ કરી. તમારે જીતવા માટે 20 વિકેટ લેવી પડશે. પરંતુ બોર્ડ પર રન બનાવવા પડશે. 

ફ્લોપ બેટિંગને લઈને આપ્યું નિવેદન
રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની ખરાબ બેટિંગને લઈને કહ્યું- તેને 250 રનના સ્કોર પર રોકવું એક શાનદાર વાપસી હતી, પરંતુ અમે જાણીએ છીએ કે આ મોટો પડકાર થવાનો છે. જ્યારે તેણે શરૂઆત કરી તો તેનો સ્કોર 200/3 હતો અને અમારા માટે વાપસી કરવી અને તેને 259 રનમાં ઓલઆઉટ કરવા શાનદાર પ્રયાસ હતો. આ એવી પિચ નહોતી, જ્યાં ઘણું બધું થઈ રહ્યું હતું. અમે બસ બેટિંગ સારી ન કરી.

કોને ગણાવ્યો વિલન?
રોહિત શર્માએ કોઈ એક ખેલાડી પર હારનું ઠીકરું ન ફોડતા કહ્યું- જો અમે પ્રથમ ઈનિંગમાં થોડા નજીક પહોંચ્યા હોત તો સ્થિતિ અલગ હોત. અમે વાનખેડેમાં સારૂ પ્રદર્શન કરવા ઈચ્છીએ છીએ અને તે ટેસ્ટ જીતવાનો પ્રયાસ કરીશું. આ એક ટીમની નિષ્ફળતા છે. હું એવો વ્યક્તિ નથી કે માત્ર બેટરો કે બોલરોને દોષ આપું. અમે વાનખેડેમાં સારા ઈરાદા, સારા વિચાર અને સારી રીત સાથે ઉતરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news