શૂટિંગ વર્લ્ડ કપઃ મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ જીત્યો ગોલ્ડ મેડલ
આ જોડીએ આંતરરાષ્ટ્રીય શૂટિંગ મહાસંઘ વિશ્વકપમાં ગુરૂવારે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Trending Photos
મ્યૂનિખ (જર્મની): યુવા શૂટર મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ અહીં ચાલી રહેલા ત્રીજા આંતરરાષ્ટ્રીય શૂટિંગ મહાસંઘ (ISSF) વર્લ્ડ કપમાં ગુરૂવારે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ડબલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
મનુ-સૌરભની જોડીએ ફાઇનલમાં યૂક્રેનની ઓલેના કોસ્ટેવિક અને ઓલેહ ઓમેલચુકની જોડીએ 17-9થી હરાવીને ગોલ્ડ પર કબજો કર્યો હતો. ભારતનો આ વિશ્વકપમાં પાંચમો ગોલ્ડ મેડલ છે.
ચીનની ક્યાન વાંગ અને યિ વાંગ મેંગે પોલેન્ડની નતાલિયા ક્રોલ અને જિમોન વોજિત્યાનાની જોડીને 16-14થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મનુ-સૌરભનો આ વર્ષનો ત્રીજો ફાઇનલ હતો. ભારતીય જોડીએ ક્વોલિફિકેશનમાં 586 પોઈન્ટની સાથે ટોપ પર રહ્યું હતું.
બીસીસીઆઈએ રિંકૂ સિંહ પર લગાવ્યો ત્રણ મહિનાનો પ્રતિબંધ, પઠાણને આપી ચેતવણી
મનુ અને સૌરભની જોડીનો આ વર્ષે બીજો ગોલ્ડ મેડલ છે. બંન્ને આ પહેલા ફેબ્રુઆરીમાં આઈએસએસએફ વિશ્વકપમાં 10 મિટર એર પિસ્તોલ મિક્સ ડબલ્સ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
ભારત ટૂર્નામેન્ટમાં હજુ પાંચ ગોલ્ડ અને એક સિલ્વરની સાથે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને યથાવત છે. ચીને બે ગોલ્ડ, બે સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલની સાથે બીજા અને રૂસ એક ગોલ્ડ અને એક સિલ્વરની સાથે ત્રીજા સ્થાને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે