મહાન સ્પ્રિન્ટર ઉસૈન બોલ્ટ પ્રથમવાર બન્યો પિતા, ઘરે થયો પુત્રીનો જન્મ


મહાન સ્પ્રિન્ટર બોલ્ટ પ્રથમવાર પિતા બની ગયો છે. તેની પત્ની કેસી બેનેટે પુત્રીને જન્મ આપ્યો છે. જમૈકાના પ્રધાનમંત્રી એંડ્રયૂ હોલનેસે સોશિયલ મીડિયા પર બોલ્ટને પુત્રી જન્મ માટે શુભેચ્છા આપી છે.

મહાન સ્પ્રિન્ટર ઉસૈન બોલ્ટ પ્રથમવાર બન્યો પિતા, ઘરે થયો પુત્રીનો જન્મ

કિંગ્સટનઃ મહાન સ્પ્રિન્ટર ઉસૈન બોલ્ટ પ્રથમવાર પિતા બન્યો છે. તેની પત્ની કેસી બેનેટે પુત્રીને જન્મ આપ્યો છે. જમૈકાના પ્રધાનમંત્રી એંડ્રયૂ હોલનેસે સોશિયલ મીડિયા પર બોલ્ટને પુત્રીના જન્મ પર શુભેચ્છા આપી છે. 33 વર્ષીય બોલ્ટે માર્ચમાં સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે બેનેટ માતા બનવાની છે. 

પ્રધાનમંત્રી હોલનેસે ટ્વીટર પર લખ્યુ, 'અમારા લેજેન્ડ સ્પ્રિન્ટર ઉસૈન બોલ્ટ અને કેસી બેનેટને પુત્રી જન્મ પર શુભેચ્છા. સ્થાનીય મીડિયાની ખબરો અનુસાર આ કપલને ત્યાં પુત્રીનો જન્મ રવિવારે થયો છે. આ સિવાય અન્ય જાણકારી હજુ ઉપલબ્ધ નથી.'

— Andrew Holness (@AndrewHolnessJM) May 18, 2020

ઓલિમ્પિકમાં આઠ વખતના ગોલ્ડ મેડલિસ્ટ અને 100 તથા 200 મીટરમાં વર્લ્ડ રેકોર્ડ ધારક બોલ્ટે પુરૂષોની દોડમાં એક દાયકા સુધી દબદબો બનાવ્યા બાદ 2017માં એથલેટિક્સમાંથી નિવૃતી લઈ લીધી હતી. 

— Usain St. Leo Bolt (@usainbolt) March 17, 2020

બોલ્ટ ઓલિમ્પિક 2016માં સતત ત્રણવાર આ ગેમ્સમાં 100 મીટર અને 200 મીટરનું ટાઇટલ જીતનાર એકમાત્ર પુરૂષ સ્પ્રિન્ટર બન્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news