ઓફિસ માટે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડ લાઇન્સ, આ વાતનું રાખો ખાસ ધ્યાન
Trending Photos
નવી દિલ્હી: દેશમાં લોકડાઉન 4.0 (Lockdwon 4.0) નવા નિયમો સાથે લાગુ થયું છે. કેટલીક ગતિવિધિઓ પર જ્યાં હજુ સુધી પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. તો કેટલીક ગતિવિધિઓ શરૂ થઇ ગઈ છે. જો કે, લોકડાઉનમાં છૂટછાટ કેટલીક શરતોની સાથે આપવામાં આવી છે. ત્યારે જે ઓફિસ અને કાર્યસ્થળ ખુલ્લા છે, તેમના માટે સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલીક જરૂરી ગાઇડ લાઇન જાહેર કરી છે.
- ઓફિસમાં કર્મચારીઓની વચ્ચે અંતર બનાવી રાખવું જરૂરી છે અને બસવાની વ્યવસ્થા સહિત કેટલીક બાબતો માટે 1 મીટરનું અંતર જરૂરી છે.
- મોઢાને માસ્ક અથવા કપડાથી ઢાંકી રાખવું
- સાબુ અથવા હેન્ડ સેનિટાઇઝરથી થોડા થોડા સમયના અંતરે હાથ સાફ કરવા.
- બીમાર થવા પર તેની જાણકારી લોકલ પ્રશાસનને આપવી અનિવાર્ય.
- છીંકવા અથવા ખાંસી ખાતા સમયે મોઢાને ઢાંકી રાખવું.
- ઓફિસ જતા સમયે સાવધારી રાખવી, સાર્વજનિક જગ્યાઓ પર વસ્તુને ટચ કરવાથી બચવું.
- જો કોઈ ઓફિસમાં કોઇને કોરોના સંક્રમણ થયા છે તો છેલ્લા 48 કલાકમાં જ્યાં જ્યાં તે સંક્રમિત વ્યક્તિ ગયો છે તેને ડિસઇન્ફેક્ટ કરવું જરૂરી છે. ડિસ્ઇન્ફેક્ટ કર્યા બાજ કામ શરૂ કરી શકાય છે. ઓફિસ અથવા બિલ્ડિંગના સંપૂર્ણ ભાગને સીલ કરવાની જરૂરીયાત નથી.
- કોઇ ઓફિસ અથવા બિલ્ડિંગમાં કોરોનાનો કોઇ કેસ આવવા પર સંપૂર્ણ ઓફિસને 48 કલાક માટે સીલ કરવામાં આવશે. જ્યાં સુધી તે ઓફિસને ડિસ્ઇન્ફેક્ટ કરી સુરક્ષિત જાહેર કરવામાં નથી આવતી ત્યાં સુધી વર્ક ફ્રોમ ફોમ કરવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે