કાલથી એસટી બસો રાબેતા મુજબ ચાલુ થશે, સરકારી ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરાશે
Trending Photos
હિતલ પારેખ/ અર્પણ કાયદાવાલા/ અમદાવાદ : સરકાર દ્વારા લોકડાઉન 4માં અનેક છુટછાટો આપવામાં આવી છે. જેના માટે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. જો કે આ માર્ગદર્શિકામાં એસટી બસ ચાલુ કરવાની પણ વાત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઇ પણ જગ્યાએ એસટી બસ ચાલુ થઇ નથી. આ અંગે સ્પષ્ટતા કરતા એસટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે, આ અંગે કઇ રીતે એસટી બસ ચલાવી શકાય કયા કયા રૂટ પર ચલાવી શકાય વગેરે બાબતોએ ચર્ચા ચાલી રહી છે.
તમામ ઝોનલ મેનેજર પાસેથી કંન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના રૂટમાં બસ ચલાવવા અંગેની યાદીઓ મંગાવવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ સુરત જેવા મોટા શહેરોમાં કોઇ બસ ચલાવવાની પરવાનગી નથી ત્યારે બસોનું સંચાલન કઇ રીતે કરવું કયા કયા વિસ્તારમાં બસ મોકલવી વગેરે જેવી બાબતો અંગે માર્ગદર્શિકા બનાવાઇ રહી છે.
કાલથી ગુજરાતનાં તમામ ઝોનમાં એસટી બસ દોડાવવા માટેનું આયોજન છે. જો કે તેમાં સરકારની ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં એસસી બસ નહી મોકલવી, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. વગેરે જેવી બાબતોમાં તકેદારી રાખવામાં આવશે. હાલ ગાઇડલાઇન પર કામ ચાલી રહ્યું છે. કાલથી એસટી તંત્ર પુર્વવત્ત થશે. ધીરે ધીરે તમામ રૂટ પર બસો ચાલુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરત અંગે હજી પણ અસમંજસ છે. અમદાવાદમાં બસના પ્રવેશ પર પ્રતિબંધ છે તો શું બહારના સ્ટેશન જેવા કે ઇસ્કોન, બોપલ, સરખેજ ત્યાંથી બસોનું સંચાલન કરાશે કે સમગ્ર અમદાવાદ શહેરમાં જ બસ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS કે BRTS બસના સંચાલનને પરવાનગી અપાઇ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે