વર્લ્ડ કપ 2019: સુનીલ ગાવસ્કરની સલાહ- ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરે ટીમ ઈન્ડિયા
પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ચાલી રહેલા ક્રિકેટ વિશ્વ કપ 2018માં ટીમોની જીત અને હાર પિચ પર નિર્ભર રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ચાલી રહેલા ક્રિકેટ વિશ્વ કપ 2019માં ટીમોની જીત અને હાર પિચો પર નિર્ભર કરશે. તેમણે સલાહ આપી કે, જો પિચ પર ઘાસ નથી અને ડે મેચ છે તો ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે ભારતે 25 જૂને 1983ના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા ફાઇનલ મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વખત વિશ્વકપનું ટાઇટલ જીત્યું હતું. હવે વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમની પાસે આગામી 14 જુલાઈ 2019ના ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક છે.
ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને આપી ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાની સલાહ
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડમાં આ સમયે સોનેરી તડકો નિકળી રહ્યો છે અને આસમાન સાફ છે. જો પરિસ્થિતિ આવી રહશે તો ફાસ્ટ બોલરોને પિચ પરથી વધુ મદદ મળશે નહીં. ભારતીય ટીમ પોતાનો પ્રથમ મુકાબલો 5 જૂને આફ્રિકા વિરુદ્ધ રમશે. તેને જોતા ગાવસ્કરે સલાહ આપી છે કે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવી ભારતીય ટીમ માટે યોગ્ય રહેશે. કારણ કે ઈંગ્લેન્ડમાં ભલે ઓવરકાસ્ટ કે ક્લાઉડી કંડીશન હોય કે ન હોય, ફાસ્ટ બોલરોને શરૂઆતી કેટલિક ઓવરોમાં પિચ પરથી મદદ મળે છે. તેવામાં ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરી બોલિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે