T10 ક્રિકેટ લીગઃ ફાઇનલમાં નોર્દર્ન વોરિયર્સ સામે ટકરાશે પખ્તૂન્સ, જાણો ક્યારે અને ક્યાં જોશો મેચ

ટી10 લીગમાં નોર્દર્ન વોરિયર્સનો ફાઇનલમાં મુકાબલો શાહિદ અફ્રીદીની પખ્તૂન્સ સામે થશે. 
 

T10 ક્રિકેટ લીગઃ ફાઇનલમાં નોર્દર્ન વોરિયર્સ સામે ટકરાશે પખ્તૂન્સ, જાણો ક્યારે અને ક્યાં જોશો મેચ

શારજાહઃ યૂએઈણાં ચાલી રહેલી ટી10 લીગની બીજી સિઝનના ફાઇનલમાં નોર્દર્ન વોરિયર્સનો મુકાબલો પખ્તૂન્સ સામે થશે. બંન્ને ટીમો સામ-સામે ક્વોલિફાયર વન અને ટૂના મેચમાં રમી ચુકી છે, જેમાં પખ્તૂન્સે વોરિયર્સને હરાવ્યું હતું. ડેરેન સેમીની આગેવાનીમાં નોર્દર્ન વોરિયર્સની ટીમને ફરી એકવાર શાહિદ અફરીદીની પખ્તૂન્સ પાસેથી મોટા પડકારની આશા છે. પખ્તૂન્સને વોરિયર્સેને સેમિ ફાઇનલમાં આપેલા પરાજયનો મનોવૈજ્ઞાનિક લાભ મળશે. 

વોરિયર્સ મરાઠા અરેબિયન્સને હરાવીને ફાઇનલમાં પહોંચી
એલિમિનેટર મેચમાં નોર્દર્ન વોરિયર્સે મરાઠા અરેબિયન્સને 10 વિકેટે પરાજય આપતા ટૂર્નામેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ મેચમાં મરાઠા અરેબિયન્સે 10 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 78 રન બનાવ્યા હતા, જેને નોર્દર્ન વોરિયર્સે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર પાંચ ઓવરમાં જ હાસિલ કરીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. 

આ વખતે આઠ ટીમ રમી છે ટૂર્નામેન્ટ
ગત વર્ષે શરૂ થયેલું ટી10 ફોર્મેટ ક્રિકેટનું સૌથી નવું ફોર્મેટ છે જેમાં બંન્ને ટીમો વચ્ચે 10-10 ઓવરની મેચ યોજાઈ છે. આ મેચ માત્ર દોઢ કલાકમાં જ પૂરી થઈ ગાય છે. ગત વર્ષે શારજાહમાં છ ટીમોથી આ લીગની શરૂઆત થઈ હતી. બીજી સિઝનમાં આ વખતે આઠ ટીમોએ ભાગ લીધો છે. આ વખતે ભાગ લઈ રહેલી બે નવી ટીમોની ફી આયોજકોએ 400,000 ડોલરથી વધારીને 1.2 મિલિયન ડોલક કરી દીધી છે. 

23 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં હવે નોર્દર્સન વોરિયરનો મુકાબલો પખ્તૂન્સ સામે થશે. પખ્તૂન્સ પહેલા ક્વોલિફાયર્સમાં નોર્દર્ન વોરિયર્સને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. તો નોર્દર્ન વોરિયર્સે ક્વોલિફાયર બે અને ક્વોલિફાયર ત્રણની વિજેતા મરાઠા અરેબિયન્સને હરાવીને એલિમિનેટરમાં જગ્યા બનાવી હતી. આ પહેલા મરાઠા અરેબિયન્સે બંગાલ ટાઇગર્સને સાત વિકેટે હરાવીને એલિમિનેટરમાં પ્રવેશ મેળવ્યો હતો. 

ક્યાં જોઈ શકશો આ ફાઇનલ મેચ
- નોર્દર્ન વોરિયર અને પખ્તૂન્સ વચ્ચે ટી10 લીગની ફાઇનલ મેચ શારજાહના શારજાહ ક્રિકેટ એસોસિએશનના મેદાન પર 2 ડિસેમ્બરે રમાશે. 

- મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 9.30 કલાકે (સ્થાનિક સમય મુજબ 8 કલાકે) લાઇવ જોઈ શકાશે. 

- આ મેચનું લાઇવ પ્રસારણ સોની ઈએસપીએન અને સોની એએસપીએન એચડી પર કરવામાં આવશે. 

- મેચનું ઓનલાઇન ફ્રી પ્રસારણ સોની લિવ એપ પર જોઈ શકાશે. 

નોર્દન વોરિયર્સનું ટાઇટલ સ્પોન્સર ZEE5
આ દિવસોમાં યૂએઈમાં ટી10 લીગની બીજી સિઝન ચાલી રહી છે. રવિવારે રાત્રે (2 ડિસેમ્બર) તેની ફાઇનલ  નોર્દર્ન વોરિયર્સ અને પખ્તૂન્સ વચ્ચે રમાશે. ટી10 ક્રિકેટ લીગની બીજી સિઝનમાં નોર્દર્ન વોરિયર્સનું ટાઇટલ  સ્પોન્સર ZEE5 છે. નોર્દર્ન વોરિયર્સ તે ત્રણ ટીમોમાંથી એક ટીમ છે, જેણે આ વર્ષે ટી10 ક્રિકેટ લીગમાં પર્દાપણ  કર્યું છે. ZEE5, જી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડની એક ગ્લોબલ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ છે.  જેને હાલમાં 190+ દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. નોર્દર્ન વોરિયર્સના કો-ઓવનર મોહમ્મદ મોરાની છે. તેમણે કહ્યું કે, ટી10 ક્રિકેટ એ 90 મિનિટ એન્ટરટેઇનમેન્ટનું થ્રિલર છે. તે માસને આકર્ષે છે. તેણે બીજી સિઝનમાં ઘણી સફળતા મેળવી છે.  આ અંગે વાત કરતા ZEE5 ચીફ બિઝનેસ ઓફિસર (ગ્લોબલ) અર્ચના આનંદે જણાવ્યું કે, નાર્દર્ન વોરિયર્સના ટાઇટલ સ્પોન્સર તરીકે અમે રોમાંચ અનુભવી રહ્યાં છીએ. ટીમમાં ટેલેન્ડેટ ક્રિકેટરો છે, જેણે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 

બંન્ને ટીમો આ પ્રકારે છેઃ
નોર્દર્ન વોરિયર્સઃ ડેરેન સેમી (કેપ્ટન), આંદ્રે રસેલ, વહાબ રિયાઝ, અમીટોંજ સિંહ, નિકોલસ પૂરન, ડ્વેન સ્મિથ, રવિ બોપારા, રોવમન પોવેલ, હૈરી ગુર્ની, ક્રિસ ગ્રીન, હાર્ડસ વિલ્જોએન, લેન્ડલ સિમન્સ, ખારી પિયરે, કેનર લુઇસ. ઇમરાન હૈદર, રાહુલ ભાટિયા. 

પખ્તૂન્સઃ શાહિદ અફરીદી (કેપ્ટન), લિઆમ ડોસન, કેમરૂન ડેલપોર્ટ, એંડ્રયૂ ફ્લેચર, ગુલબદીન નઈબ, કોલિન ઇંગ્રામ, મોહમ્મદ ઇરફાન, મુહમ્મદ કાલેમ, શફીકુલ્લા શાફક, શાપૂર જદ્રાન, શરાફુદ્દી અશરફ, આરપી સિંહ, સોહેલ ખાન, ચાડવિક વાલ્ટન, ડેવિડ વિલી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news