Semifinal પહેલાં પાકિસ્તાનને મોટો ઝટકો! 2 ઘાતક બેટ્સમેનોને થઈ આ બીમારી! દુવાં કરવા બેઠું આખું પાકિસ્તાન!
T20 વર્લ્ડ કપ 2021ની બીજી સેમિફાઇનલ મેચ આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે આ મેચ પહેલા શોએબ મલિક (Shoaib Malik) અને મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) ની તબિયેત (Mohammad Rizwan) ખરાબ હોવાના કારણે ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો નથી.
Trending Photos
નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2021ની બીજી સેમિફાઇનલ મેચ આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે આ મેચ પહેલા શોએબ મલિક (Shoaib Malik) અને મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) ની તબિયેત (Mohammad Rizwan) ખરાબ હોવાના કારણે ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો નથી. પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં તેની તમામ ગ્રુપ મેચો જીતી લીધી છે. પાકિસ્તાની ટીમને T20 વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પાકિસ્તાનની સેમિફાઇનલ મેચ આજે ઓસ્ટ્રેલિયા સામે રમાશે. સેમિફાઇનલ મેચ પહેલા પાકિસ્તાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તમામની નજર આ મેચ પર રહેશે.
સેમિફાઇનલ મેચ પહેલા પાકિસ્તાની વિકેટ કીપર અને બેટ્સમેન મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) તથા શોએબ મલિક (Shoaib Malik) ને ફ્લૂ થઈ ગયો છે. બુધવારે બંને ખેલાડીઓએ ટીમના ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો ન હતો. આ બંને ખેલાડીઓનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો બંને બેટ્સમેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બંને ખેલાડીઓને તાવની પણ ફરિયાદ છે. પાકિસ્તાન ટીમની બેટિંગ લાઈન સારી-
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની બેટિંગ શાનદાર રહી છે. તેણે દરેક મેચમાં અસાધારણ પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાનના વિકેટ કીપર અને બેટ્સમેન મોહમ્મદ રિઝવાને શાનદાર પ્રદર્શન કર્યું છે. રિઝવાને T20 વર્લ્ડ કપની 5 મેચમાં 214 રન બનાવ્યા છે. તેણે ભારત સામે મેચ વિનિંગ ઇનિંગ્સ પણ રમી હતી. શોએબ મલિકે ફિનિશરની ભૂમિકા ભજવી છે. તેણે સ્કોટલેન્ડ સામે 18 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. T20 વર્લ્ડ કપની તમામ મેચ જીતી-
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ સારુ રમી. તેણે પોતાના ગ્રુપની તમામ મેચ જીતી છે. પાકિસ્તાનના બોલરો અને બેટ્સમેને સારુ પ્રદર્શન કર્યું છે. શાહીન આફ્રિદી, હેરિસ રઉફ અને હસન અલી તેના માટે મેચ વિનર સાબિત થયા છે. જો શોએબ મલિક અને રિઝવાન નહીં રમે તો પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદ રિઝવાનની જગ્યાએ વિકેટકીપર બની શકે છે જ્યારે મલિકની જગ્યાએ હૈદર અલીને તક મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે